ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાની અંગે ચર્ચાઓ કરવામાં આવશે. નોધનીય બાબત છે કે ગુજરાતમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પુરની સ્થિતિ જોવા મળી રહી છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પગલે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા થશે
મહત્વપૂર્ણ બાબત છે કે છેલ્લા એક સપ્તાહથી સમગ્ર રાજ્યમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે જેને પગલે અનેક જગ્યાએ પુરની પરીસ્થિતિ જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે આ કેબિનેટની મિટીંગમાં રાજ્યમાં વરસાદને લઈને થયેલા નુકસાન બાબતે ચર્ચા હાથ ધરવામાં આવશે. તેમજ અમદાવાદમાં વરસાદને લઈને ઉભી થયેલી સ્થિતિને થાળે પાડવા અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે.