ઋચા ચઢ્ઢા અને અલી ફઝલે પેરેન્ટ્સ બનવાના ન્યુઝને ખાસ અંદાજમાં શેર કર્યા!
- ઋચા ચઢ્ઢા અને અલી ફઝલ પેરેન્ટ્સ બનવાના છે. અલીએ આ ગુડ ન્યૂઝને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. અલીએ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે નાની હાર્ટબીટ દુનિયાનો સૌથી મોટો અવાજ છે.
મુંબઈ, 9 ફેબ્રુઆરીઃ ઋચા ચઢ્ઢા અને અલી ફઝલ પેરેન્ટ્સ બનવાના છે. અલીએ આ ગુડ ન્યૂઝને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. અલીએ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે નાની હાર્ટબીટ દુનિયાનો સૌથી મોટો અવાજ છે. આ સાથે બે ફોટો પણ શેર કર્યા છે. એક ફોટામાં લખ્યું છે 1 + 1 = 3 અને બીજા ફોટામાં અલી અને ઋચા એક સાથે જોવા મળી રહ્યાં છે. બંનેએ એકબીજાનો હાથ પકડ્યો છે.
અલીએ પોસ્ટ મુકી તે સાથે જ સેલેબ્સ અને ફેન્સે અભિનંદનની વર્ષા કરી દીધી છે. બધા આ બંને સ્ટાર્સ પર અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે. આયુષ્માન ખુરાના, મૃણાલ ઠાકુર, સબા આઝાગ, દિયા મિર્ઝા સહિત અનેક બોલિવૂડ સેબિબ્રિટીઝે બંને પર ખૂબ પ્રેમ વરસાવ્યો છે. કલ્કિ કોચલિને તો કોમેન્ટમાં લખ્યું છે જ્યારે જરૂર હોય ત્યારે કહેજો.
ઉલ્લેખનીય છે કે અલી અને ઋચાના લગ્ન કોવિડ દરમિયાન 2020માં થયા હતા. જોકે એ સમયે બંનેએ જાહેર કર્યું ન હતું, પરંતુ 2022માં બંનેએ પરિવાર અને મિત્રો સાથે લગ્ન સેલિબ્રેટ કર્યા હતા. બંનએ લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કર્યા હતા. અભિનેત્રીએ કહ્યું કે અમારા ઘર પાસે એક ફેમિલી કોર્ટ હતી, જ્યાં અમે લગ્ન કર્યા હતા, તે ખૂબ જ શાંતિ આપતો સમય હતો.
View this post on Instagram
ક્યાં મળ્યા હતા ઋચા ચઢ્ઢા અને અલી ફઝલ?
ઋચા ચઢ્ઢા અને અલી ફઝલની મુલાકાત ફુકરેના સેટ પર થઈ હતી. એક ચેટ શો દરમિયાન અલીએ જણાવ્યું કે તેણે ઋચાને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરી હતી. અલીએ કહ્યું હતું કે મને યાદ છે જ્યારે અમે ફુકરેનું રીડિંગ કરી રહ્યા હતા ત્યારે હું જઈને ઋચા પાસે બેસી ગયો. હું કન્વર્ઝેશનનો પાર્ટ બનવા ઈચ્છતો હતો, હું કહેતો હતો કે ઓહ, તમારે આ જોઈએ? તમારે શું જમવું છે, બધી ડિશ તો ત્યાં હતી જ. ત્યારબાદ અમારી વાતચીત શરુ થઈ અને પછી અમે સાથે થઈ ગયા.
આ પણ વાંચોઃ વિક્કી કૌશલની અશ્વત્થામાં પર ડિરેક્ટરે કેમ અચાનક લગાવી બ્રેક?