લગ્ન બાદ દુલ્હનને એકલી મુકી ફરાર થઈ ગયો વરરાજા, કારણ પુછ્યું તો કહ્યું…
- બિહારના મુઝફ્ફરપુરમાં લગ્નના બીજા જ દિવસે વરરાજા ગુમ થઈ ગયો, પરિવારે પોલીસ ફરિયાદ કરી
- ગુમ થયેલ વરરાજા ટ્રેનમાંથી મળી આવ્યો, કારણ પુછ્યું તો કહ્યું, ‘અંગત કારણો અને માનસિક તણાવને કારણે ભાગ્યો હતો’
બિહાર, 9 ફેબ્રુઆરી: બિહારના મુઝફ્ફરપુરમાં એક નવાઈ લગાડે એવો બનાવ બન્યો હતો. લગ્ન થયાના બીજા જ દિવસે વરરાજા તેની દુલ્હનને એકલી મુકીને ભાગી ગયો હતો. પરિવારજનોએ વરરાજાની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ તે મળ્યો ન હતો. ત્યાર બાદ પરિવારે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. તપાસ દરમિયાન, પોલીસે વરરાજાને અરાહ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી પકડી પાડ્યો હતો. ત્યાર બાદ પોલીસ તેની પૂછપરછ કરી હતી.
મળતી માહિતી મુજબ, આ મામલો અહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શાહબાઝપુરનો છે. શાહી આદિત્ય ઉર્ફે શુભમના લગ્ન બોચાહા પોલીસ સ્ટેશનના મઝૌલીમાં 4 ફેબ્રુઆરીએ થયા હતા. મંગળવારે સાંજે આદિત્યએ તેના પરિવારને પાંચ મિનિટમાં આવવાનું કહ્યું અને ઘરેથી નીકળી ગયો. થોડા સમય બાદ તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. આદિત્ય ઉર્ફે શુભમ બેંક કર્મચારી છે.
ત્યારબાદ પરિવારજનોએ જોયું તો શુભમ ઘરે નહોતો. ઘણી શોધખોળ કરવામાં આવી, પરંતુ તે ક્યાંય મળ્યો નહીં. પરિવારજનો ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી અને ટીમો શુભમની શોધમાં નીકળી હતી. પોલીસે મોબાઈલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.
પોલીસે તેને 36 કલાકમાં ટ્રેનમાંથી ઝડપી લીધો, તેની પૂછપરછ કરી
આ પછી પોલીસે 36 કલાકમાં શુભમને ઝડપી લીધો હતો. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી તો શુભમે અંગત કારણો તેમજ માનસિક તણાવ વિશે જણાવ્યું. શુભમ અરાહ રેલવે સ્ટેશન પર બેંગલુરુ જતી ટ્રેનમાં મળી આવ્યો હતો. આ પછી પોલીસ તેને મુઝફ્ફરપુર લઈ આવી.
बिहार (#Bihar) के मुजफ्फरपुर जिले के अहियापुर थाना क्षेत्र से शादी के दो दिन बाद से अचानक लापता हुए युवक को पुलिस ने आरा से बरामद कर लिया। बताया जा रहा है कि वह एक ट्रेन में सवार था।
मुजफ्फरपुर (नगर ) के सहायक पुलिस अधीक्षक भानु प्रताप सिंह ने बताया कि सीसीटीवी फुटेज और मोबाइल… pic.twitter.com/s7PfgfkuyJ
— IANS Hindi (@IANSKhabar) February 9, 2024
સમગ્ર મામલે ASPએ શું કહ્યું?
મુઝફ્ફરપુરના એએસપી ટાઉન ભાનુ પ્રતાપ સિંહે જણાવ્યું કે ઘરેથી ફરાર યુવક શાહી આદિત્ય અરાહમાં ટ્રેનમાંથી મળી આવ્યો હતો. મુઝફ્ફરપુર પોલીસની વિશેષ ટીમે તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે, યુવક કન્યાને છોડી જવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જણાવ્યું ન હતું. તેણે ઘરેથી ભાગી જવા પાછળનું કારણ માત્ર અંગત કારણો અને માનસિક તાણ બતાવ્યું છે.
ASPએ જણાવ્યું કે ઘરેથી ગાયબ થયા બાદ યુવકે બૈરિયામાં ATMમાંથી 40 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. જેના પુરાવા પોલીસને સીસીટીવી ફૂટેજમાંથી મળ્યા છે. આ પછી, કેટલાક અન્ય તકનીકી પુરાવાઓના આધારે, પોલીસે ઘરેથી ભાગેલા શુભમને ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો: Video: શિવસેનાના નેતાની FB લાઈવ દરમિયાન થયેલી હત્યાનો વીડિયો