અમિતાભ બચ્ચન ફરી એક વાર પહોંચ્યા અયોધ્યા, કર્યા રામલલાના દર્શન
અયોધ્યા, 9 ફેબ્રુઆરી: મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં જોવા મળ્યા હતા. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના થોડા અઠવાડિયા પછી, અમિતાભ બચ્ચન આજે નવ ફેબ્રુઆરીને શુક્રવારે ફરી એકવાર રામ મંદિરની મુલાકાતે પહોંચ્યા છે અને રામલલાના દર્શન કરતા જોવા મળ્યા છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, આ સમયે અમિતાભ બચ્ચન અને અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સ હાજર રહ્યા હતા. ત્યારે ફરી મેગાસ્ટાર અમિતાભ બચ્ચન એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અયોધ્યા ગયા હતા, પરંતુ તે પહેલા તેણે રામલલાના દર્શન કરવા માટે રામ મંદિર પહોંચ્યા હતા.
અમિતાભ બચ્ચન બીજી વખત અયોધ્યા પહોંચ્યા
અમિતાભ બચ્ચન મુંબઈથી સીધા મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા રામલલાના દરબારમાં પહોંચ્યા હતા અને મંદિરમાં બેઠેલા રામ ભગવાનના દર્શન કર્યા હતા. આ દરમિયાન ટ્રસ્ટના અધિકારીએ પણ અમિતાભ બચ્ચનને રામનામ પાઠવીને આવકાર્યા હતા. બીજી તરફ ત્યાંના પૂજારીએ પણ તિલક લગાવીને અભિનંદન પાઠવ્યા હતા. અભિનેતાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અહીં ફોટો જુઓ:
Superstar Amitabh Bachchan offers prayers at Ram Temple in Ayodhya pic.twitter.com/QudAMKcxuu
— ANI (@ANI) February 9, 2024
અમિતાભ બચ્ચને રામલલાના કર્યા દર્શન
વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે અમિતાભ બચ્ચન ભગવાન રામની ભક્તિમાં મગ્ન જોવા મળે છે. તે સફેદ કુર્તા, સફેદ પાયજામા અને પીળી કોટી પહેરીને રામ મંદિરમાં જોવા મળ્યા હતા. અભિનેતાએ થોડો સમય મંદિરમાં વિતાવ્યો હતો. આ દરમિયાન તેમણે મંદિરમાં રામલલાને પ્રણામ કર્યા અને તેમની આરતી કરી હતી. આ પછી અમિતાભ બચ્ચન સીધા કમિશનર ગૌરવ દયાલના ઘરે પહોંચ્યા છે.
આ પણ વાંચો: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરનું બાંધકામ ફરી 15 ફેબ્રુઆરીથી શરુ થશે