ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસે જ પીએમ મોદીની જાતિને ઓબીસીનો દરજ્જો આપ્યો: નરહરી અમીન

  • ગુજરાતના તત્કાલીન ડેપ્યુટી સીએમ અને હાલમાં ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને કહ્યું કે રાહુલ ગાંધી સમજણ વગર મુદ્દો બનાવી ઓબીસી સમુદાયનું અપમાન કરી રહ્યા છે

અમદાવાદ, 9 ફેબ્રુઆરી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીની જાતિને લઈને નવો વિવાદ શરૂ કર્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે પીએમ મોદી ઓબીસી કેટેગરીમાં નહીં પરંતુ સામાન્ય કેટેગરીમાં જન્મ થયો છે. તેમનો જન્મ ગુજરાતની તેલી જ્ઞાતિમાં થયો હતો. આ સમુદાયને વર્ષ 2000માં ભાજપ દ્વારા ઓબીસીનો ટેગ આપવામાં આવ્યો હતો. જો કે રાહુલ ગાંધીના આ દાવા પર હવે સવાલો ઊઠી રહ્યા છે. 1994માં કોંગ્રેસ સરકારમાં ગુજરાતના તત્કાલીન ડેપ્યુટી સીએમના પદ પર રહેલા નરહરી અમીને પણ રાહુલ ગાંધીના દાવાને નકારી કાઢતા મોટો ખુલાસો કર્યો છે.

નરહરી અમીને શું કહ્યું?

ગુજરાતના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવતા નેતા નરહરી અમીને કહ્યું છે કે 25 જુલાઈ 1994ના રોજ ગુજરાત સરકારે ઘાંચી જાતને ઓબીસી સમુદાયમાં સમાવેશ કર્યો હતો, ત્યારે હું કોંગ્રેસ સરકારમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યો હતો. આ એ જ જ્ઞાતિ છે જેમાંથી આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે. તેમણે કહ્યું છે કે આ નિર્ણય અને ભારત સરકારનું અનુગામી નોટિફિકેશન ત્યારે આવ્યું જ્યારે પીએમ મોદી મુખ્યમંત્રી તો ઠીક સાંસદ કે ધારાસભ્ય પણ ન હતા.

 

સમજ્યા વગર બોલી રહ્યા છે રાહુલ ગાંધી: નરહરિ અમીન

ગુજરાતના તત્કાલીન ડેપ્યુટી સીએમ અને હાલમાં ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને કહ્યું હતું કે રાહુલ ગાંધી આ મુદ્દા પર સમજણ વગર બોલી રહ્યા છે અને ઓબીસી સમુદાયનું અપમાન કરી રહ્યા છે. તેમણે રાહુલ ગાંધીને તુરંત પોતાનું જુઠ્ઠું પાછું ખેંચવાની માંગ કરી છે. નરહરિએ કહ્યું કે રાહુલે ઓબીસીને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ.

જાતિની વસ્તી ગણતરીને લઈને રાહુલે પીએમ મોદીને ઘેર્યા

રાહુલે કહ્યું કે, ‘જ્યારે મેં જાતિ ગણતરી અને સામાજિક ન્યાયની વાત કરી તો પીએમ મોદીએ કહ્યું- દેશમાં માત્ર બે જ જાતિઓ છે, અમીર અને ગરીબ. જો બે જ્ઞાતિ હોય તો તમે કઈ જ્ઞાતિમાંથી છો? તમે ગરીબ નથી, તમે કરોડોની કિંમતનો સૂટ પહેરો છો, દિવસમાં ઘણી વખત કપડાં બદલો છો, પછી જુઠ્ઠું પણ બોલો છો કે હું ઓબીસી વર્ગનો માણસ છું.’

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ આ શું કહી દીધું, ‘પીએમ મોદી ઓબીસી નથી…’, જૂઓ વીડિયો

Back to top button