ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Paytm એપ 29 ફેબ્રુઆરી બાદ પણ બંધ નહીં થાય: RBIએ આપ્યું મોટું અપડેટ

Text To Speech
  • નિયમોનું સતત પાલન ન કરવાને કારણે પેટીએમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી : ડેપ્યુટી ગવર્નર
  • Paytm પેમેન્ટ બેંક સામે નિયમનકારી પગલાં લેવાયાં છે, એપને કોઈ અસર થશે નહીં : સ્વામીનાથન

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી: ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIએ 31 જાન્યુઆરીએ મોટો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંક સામે કાર્યવાહી કરી અને તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ ગુરુવારે મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક બાદ RBIના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથને કહ્યું કે, “નિયમોનું સતત પાલન ન કરવાને કારણે ફિનટેક પેટીએમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. Paytm એપ 29 ફેબ્રુઆરી પછી બંધ નહીં થાય. Paytm પેમેન્ટ બેંક (PPBL) સામે નિયમનકારી પગલાં લેવામાં આવ્યા છે અને Paytm એપને આનાથી કોઈ અસર થશે નહીં.”

 

RBIના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથને શું કહ્યું ?

જ્યારે RBIના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથનને પૂછવામાં આવ્યું કે શું અન્ય બેંકો Paytm વોલેટ સાથે ભાગીદારી કરી શકે છે, તો તેમણે કહ્યું કે, “આ એક વ્યવસાયિક નિર્ણય છે અને બેંકોએ તેમના ડિરેક્ટર બેંક દ્વારા મંજૂર કરવામાં આવેલી નીતિ મુજબ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.” વધુમાં કહ્યું કે, “મને વિશ્વાસ છે કે જો તેઓ ભાગીદારીમાં પ્રવેશવા માંગે છે, તો તેઓ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરશે.”

ઉલ્લેખનીય છે કે, Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ હોવા છતાં, તમે તમારા Paytm બેંક ખાતામાં જમા કરેલા પૈસા ખર્ચ કરી શકો છો. આ સિવાય તમે પહેલાની જેમ Paytm UPIનો ઉપયોગ પણ કરી શકશો. પરંતુ, તમે Paytm બેંક સંબંધિત સેવાઓ જેમ કે Paytm Wallet અને Fastag મેળવી શકશો નહીં.

RBIએ Paytm પેમેન્ટ્સ બેંકને આપ્યા છે નિર્દેશ

RBIએ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડને 29 ફેબ્રુઆરી બાદ કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં થાપણો અથવા ટોપ-અપ્સ ન સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે. આવી સ્થિતિમાં Paytmના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા યુઝર્સની મુશ્કેલી વધી ગઈ છે. હાલમાં લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે. ઘણા લોકો પેટીએમ પેમેન્ટ બેંક અને Paytm એપને એક માની રહ્યા છે.

આ પણ જુઓ: RBI મોનિટરી પોલિસી: રેપોરેટ 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો

Back to top button