અમદાવાદ: પાર્ટટાઇમ જોબ કરવાની લાલચમાં બેંક મેનેજરે લાખો રૂપિયા ખોયા
- રોજ આઠ હજાર સુધીની આવક થાય તેવી લાલચ આપી
- પાર્ટ ટાઇમ કામ કરીને મહિને લાખો રૂપિયા કમાવવાની ઓફર
- ગઠિયાએ મોકલેલી લિંક પર લોગઇન કરાવ્યા બાદ 25 એરટિકિટ બુક કરાવી
અમદાવાદમાં પાર્ટટાઇમ જોબ કરવાની લાલચમાં બેંક મેનેજરે લાખો રૂપિયા ખોયા છે. જેમાં ગોતામાં બેંક મેનેજરે પાર્ટટાઇમ જોબ કરવાની લાલચમાં 16.34 લાખ ગુમાવ્યા છે. ગઠિયાએ મોકલેલી લિંક પર લોગઇન કરાવ્યા બાદ 25 એરટિકિટ બુક કરાવી હતી. એર ટિકિટ બુક કરાવીને રોજના આઠ હજાર કમાવવાનું કહી ફોસલાવ્યા હતા.
આ પણ વાંચો: જૂનાગઢ તોડકાંડમાં તરલ ભટ્ટ કેસમાં બે બુકીઓએ ઘણાં રહસ્ય ખોલ્યા
રોજ આઠ હજાર સુધીની આવક થાય તેવી લાલચ આપી
ગઠિયાએ ટેલિગ્રામમાં મેસેજ કરીને પ્રતિદિન હજારો રૂપિયા કમાવવાની લાલચ આપી લિંક મોકલી હતી. ગોતામાં રહેતા બેંક મેનેજરે પાર્ટ ટાઇમ જોબ કરીને રૂપિયા કમાવવા જતા કુલ રૂ. 16.34 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો, ગઠિયાએ ટેલિગ્રામમાં મેસેજ કરીને પ્રતિદિન હજારો રૂપિયા કમાવવાની લાલચ આપી લિંક મોકલી હતી. આ લિંક પર લોગઇન કરાવી ફ્લાઇટ બુકિંગનું કામ કરવાના બહાને ટ્રેનિંગમાં 28 એર ટિકિટોનું બુકિંગ કરાવડાવ્યું હતું. તેમજ એર ટિકિટ બુક કરાવીને રોજ આઠ હજાર સુધીની આવક થાય તેવી લાલચ આપી હતી.
આ પણ વાંચો: ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી મતદાન બંધ કરી બેલેટ પેપરથી મતદાન કરાવવા રજૂઆત
પાર્ટ ટાઇમ કામ કરીને મહિને લાખો રૂપિયા કમાવવાની ઓફર
ગોતામાં રહેતા વિમેશ શાહ શ્યામલ પાસે આવેલી બેન્કમાં લોન વિભાગમાં મેનેજર તરીકે નોકરી કરે છે. જેમાં ગત 13 નવેમ્બરે તેમના ટેલિગ્રામ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં પાર્ટ ટાઇમ કામ કરીને મહિને લાખો રૂપિયા કમાવવાની ઓફર આપી હતી. આથી વિમેશકુમારે રિપ્લાય કરીને સહમતી બતાવ્યા બાદ બેંક એકાઉન્ટની માહિતી આપી હતી. બાદમાં એક લિંક મોકલીને તેમા લોગઇન કરાવીને ટ્રેનિંગ દરમિયાન 28 એર ટિકિટનું વેચાણ કરાવ્યું હતું.