- બંને બુકીઓની સાથે તેની તરલ ભટ્ટની સાંઠગાંઠ સામે આવી રહી છે
- જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલની પૂછપરછમાં ખુલાસો
- ભટ્ટને બેંક ખાતાની વિગતો આપનાર ઝડપાયા
તરલ ભટ્ટ કેસમાં બે બુકીઓએ ઘણાં રહસ્ય ખોલ્યા છે. જેમાં અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી બુકી ઝડપાયો છે. તેમજ બુકીઓએ બેન્ક એકાઉન્ટની વિગતો ભટ્ટ સુધી પહોંચાડી હતી. સસ્પેન્ડેડ PI એ.એમ.ગોહિલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તેમજ જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલની પૂછપરછમાં ખુલાસો થયો છે.
આ પણ વાંચો: RTEના પ્રવેશના IT રિટર્ન મેળવવા સ્કૂલોએ ડીટેક્ટીવ એજન્સીઓ હાયર કરી
ભટ્ટને બેંક ખાતાની વિગતો આપનાર ઝડપાયા
ભટ્ટને બેંક ખાતાની વિગતો આપનાર ઝડપાયા છે. જેમાં અમદાવાદ અને મુંબઈના બે બુકી ATS ના સકંજામાં છે. તરલ ભટ્ટ પકડાયાના 6 દિવસ બાદ આખરે ATS ને લીડ મળી છે. બુકીઓ ઝડપાતા હજુ પણ મોટા ખુલાસાની શક્યતા છે. ATSને પ્રારંભિક તપાસમાં 2 બુકીઓ મળી આવ્યા છે. જેમની પાસેથી તરલ ભટ્ટના બેન્ક એકાઉન્ટ સુધીની વિગતો મળી આવી રહી છે. તેમજ અન્ય નાણાંકીય વ્યવહાર અંગે પણ પોલીસને લીડ મળી રહી છે.
આ પણ વાંચો: રાજ્યમાં પવન સાથે ઠંડીનું જોર વધ્યું ડીસામાં ઠંડીનો પારો 12 ડિગ્રી પહોંચ્યો
બંને બુકીઓની સાથે તેની સાંઠગાંઠ પણ સામે આવી રહી છે
તોડકાંડમાં ATS દ્વારા મુંબઈથી એક અને અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી એક બુકી મળીને 2ની ધરપકડ કરી હતી. આ બંને બુકી ક્રિકેટ સટ્ટામાં ઉપયોગમાં લેવાતા બેંક એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટને આપતા હતા. જેના આધારે તરલ ભટ્ટ એકાઉન્ટ ધારકોને બોલાવીને તોડકાંડનું આખુ રેકેટ ચલાવતો હતો. જેના સાથે જ તોડકાંડમાં તરલ ભટ્ટ મહત્વની ભૂમિકા સામે આવી છે અને સાથે જ બંને બુકીઓની સાથે તેની સાંઠગાંઠ પણ સામે આવી રહી છે.