રેલવે ભરતી: 19 ફેબ્રુઆરી સુધી આસિસ્ટન્ટ પાયલટની ખાલી પડેલી જગ્યા માટે અરજી કરી શકાશે
- ભારતના રેલવે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ પાયલટની 5696 જગ્યાઓ ભરાશે
- ઈચ્છુકોએ ૧૯ ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે
માહિતી બ્યુરો, મોરબી, 8 ફેબ્રુઆરી: ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ પાયલટની ખાલી પડેલી 5696 જગ્યા ભરવામાં આવનારી છે. ઓનલાઈન અરજીઓ ચાલુ કરી દેવામાં આવી છે. જે તારીખ ૧૯-૦૨-૨૦૨૪ સુધી ઓનલાઈન www.rrbahemdabad.in વેબસાઈટ પર અરજી કરી શકાશે. અરજી કરવા માટે ઉમેદવારોની લાયકાત નીચે મુજબ છે.
આસિસ્ટન્ટ પાયલટની ખાલી પડેલ જગ્યા માટે કોણ અરજી કરી શકશે?
અરજી કરવા માટે ઉમેદવારની જરૂરી લાયકાત ૧૦ પાસ + આઈ.ટી.આઈ (૧. આર્મેચર & કોઈલ વાઇન્ડર, ૨. ઇલેક્ટ્રીશિયન, ૩. ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, ૪. ફિટર, ૫. હિટ એન્જીન, ૬. ઇંસ્ટ્રુમેન્ટ મિકેનિક, ૭. મિકેનિષ્ટ, ૮. મિકેનિક(ડીઝલ), ૯. મિકેનિક(મોટર વ્હિકલ), ૧૦. મિકેનિક(રેડીઓ & ટી.વી), ૧૧. મિલવ્રાઇટ મેન્ટેનન્સ મિકેનીક, ૧૨. રેફ્રીજરેટર & એર ક્ન્ડીશનર મિકેનિક, ૧૩. ટ્રેકટર મિકેનિક, ૧૪. ટર્નર ૧૫. વાયરમેન) અથવા ડિપ્લોમા & ડિગ્રી (૧. ઓટોમોબાઇલ એન્જી., ૨. ઇલેક્ટ્રીકલ એન્જી., ૩. ઇલેક્ટ્રોનિક્સ એન્જી., ૪. મિકેનિકલ એન્જી.) ની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
અરજી કરવા માટે ઉમેદવારે નીચે મુજબ ફી ભરવાની રહેશે
આ અરજી માટે એસ.સી./એસ.ટી./ઓબીસી/ઈડબલ્યુએસના ઉમેદવારોએ રૂ.૨૫૦/- તેમજ જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ.૫૦૦/- ફી ભરવાની રહેશે. ઉમેદવારોને આ ભરતી બાબતના ફોર્મ માટે જિલ્લા રોજગાર કચેરી, મોરબી તેમજ મોરબી જિલ્લાની દરેક આઈ.ટી.આઈ. અને ટેકનિકલ કોલેજ દ્વારા વિનામૂલ્યે મદદ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. જે ઉમેદવારો આ ભરતીના ફોર્મ ભરેલ હોય તેઓએ પોતાની અરજીની પ્રિન્ટ જિલ્લા રોજગાર કચેરી, મોરબી ખાતે જમા કરાવવી જેથી સંભવિત શરૂ થનાર નિ:શૂલ્ક તાલીમ વર્ગમાં ઉમેદવારોને તાલીમનો લાભ મળી શકે. વધુ માહિતી માટે સ્વખર્ચે જિલ્લા રોજગાર કચેરી, મોરબી અથવા નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવાનો રહેશે.
આ પણ વાંચો: GSSSBએ 2 વર્ષમાં 2826 જગ્યાઓની જાહેરાત કરી, 77 જગ્યાઓની પસંદગી યાદી વિભાગને મોકલી