આ રીતે ખેતરના વેસ્ટમાંથી બનાવ્યું એન્ટિબાયોટિક ઓશીકું, લોકો માટે છે આરોગ્યપ્રદ
મધ્યપ્રદેશ, 8 ફેબ્રુઆરી: આજકાલ લોકો આરોગ્યપ્રદ વસ્તુ તરફ વધુ ધ્યાન આપે છે. પછી તે ખાવાપીવાની ચીજ હોય કે ઘરવપરાશની, દરેક વસ્તુમાં લોકો હેલ્ધી વસ્તુઓ જ પસંદ કરે છે. આ સંદર્ભમાં હવે જો ઓશીકું, ગાદલા-ગોદલા પણ હેલ્ધી હોય તો… જી હા, હવે આવી ગયા છે. ખેતરના વેસ્ટમાંથીબનેલા એકદમ હેલ્ધી અને એન્ટિબાયોટિક ઓશિકા…
મધ્યપ્રદેશના સાગરના એક પ્રગતિશીલ અને ઓર્ગેનિક ખેડૂત આકાશ ચૌરસિયા સતત આવા પ્રયોગો કરી રહ્યા છે અને તેમને સફળતા પણ મળી છે. આકાશ ચૌરસિયાએ જણાવ્યું કે તેણે હળદરની(Turmeric) ખેતીમાંથી બચાવેલા હળદરના પાનનો ઉપયોગ કરીને દેશી એન્ટિબાયોટિક ઓશીકું(Antibiotic pillow) બનાવ્યું છે. હા, તમને આ સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ આપણા દેશમાં કેટલાક લોકો આ તકિયાનો ઉપયોગ પણ કરી રહ્યા છે અને તેઓ કહે છે કે આ ઓશીકું ખરેખર અસરકારક છે. હવે સવાલ એ છે કે આકાશને આ વિચાર કેવી રીતે આવ્યો?
મલ્ટિલેયર પદ્ધતિમાં હળદરની ખેતી
તેમણે કહ્યું, “કોવિડ રોગચાળાએ ઘણા લોકો પાસેથી તેમના પ્રિયજનોને છીનવી લીધા છે. કોવિડના સમયમાં, આપણે ફરી એકવાર આપણા દેશની પરંપરાગત પદ્ધતિઓ અને આયુર્વેદ પર આધાર રાખતા શીખ્યા છીએ. આ સ્થિતિમાં અમને એવો વિચાર આવ્યો કે દિવસ દરમિયાન માસ્ક પહેરીને તમે સુરક્ષિત રહી શકો છો પરંતુ રાત્રે માસ્ક પહેરીને સૂઈ શકતા નથી, આવી સ્થિતિમાં વિચાર આવ્યો કે સામાન્ય ગાદલાને બદલે આપણે કેટલીક એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ કરી શકીએ. જેમ કે હળદરના ગાદલા અને ઓશિકા વગેરે.”
આકાશે આ પહેલો પ્રયોગ કર્યો. તે તેના ખેતરોમાં બહુસ્તરીય ખેતી કરે છે અને હળદર તેના પાકોમાંનો એક છે જે તે ખૂબ જ સારા સ્તરે ઉગાડી રહ્યો છે. તેના ખેતરમાં હળદરના પાન અને ડાળીઓ વગેરે હતી જેમાંથી તે ગાદલા બનાવતો હતો. આ પ્રયોગ સફળ રહ્યો અને હવે તે હજારો ખેડૂત ભાઈઓને મફતમાં આ વિશે શીખવી રહ્યો છે.
આ ઓશીકું કેવી રીતે બને છે?
મલ્ટિલેયર ફાર્મિંગ પર દેશભરમાં સેમિનારો યોજતા આકાશ કહે છે કે કુદરત દ્વારા બનાવેલી કોઈ પણ વસ્તુ ગુણવત્તા વિના નથી. તેવી જ રીતે હળદરના પાનમાં પણ ઔષધીય ગુણ હોય છે. આ પાંદડાને છાંયડામાં સૂકવવામાં આવે છે અને 1.5×1 ફૂટના કપડાના કવરમાં 20 ટકા કપાસ અથવા 100 ટકા નરમ પાંદડાઓથી ભરાય છે અને પછી સિલાઇ કરવામાં આવે છે. તેના પર બીજું કવર મૂકીને તેનો ઉપયોગ કરી શકાય છે.
હળદરના પાનાના વેસ્ટમાંથી બનાવેલ ઓશીકું
જો કે, પાંદડા લેતી વખતે, ધ્યાનમાં રાખો કે પાંદડામાં વધુ પડતો ભેજ ન હોવો જોઈએ. તે 100 ટકા સૂકા ન હોવા જોઈએ. પાંદડામાં 2 થી 5 ટકા ભેજ હોવો જોઈએ અને ફક્ત નરમ પાંદડા ઓશીકામાં ભરવા જોઈએ. ઓશીકું કે ગાદલું ભરતી વખતે હવામાન શુષ્ક હોવું જોઈએ. હવામાનમાં ભેજ ન હોવો જોઈએ. પાંદડા ભરતી વખતે, કાપડના કવરમાં કોઈ હોલ ન હોવું જોઈએ.
આ તકિયાની ખાસ વિશેષતાઓ શું છે?
આકાશ કહે છે કે હળદરના પાનમાંથી બનાવેલ તકિયા એન્ટીબાયોટિક ગુણોથી ભરપૂર હોય છે. તેમાં હળવી આવશ્યક સુગંધ પણ હોય છે જે સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે. સાથે જ, એન્ટીબાયોટિક ગુણ હોવાને કારણે, તે ત્વચા સંબંધિત રોગોમાં ફાયદાકારક છે અને તે તમને બેક્ટેરિયા અને વાયરસ જેવી સમસ્યાઓથી પણ દૂર રાખે છે.
આકાશ કહે છે કે તેણે તમામ ખર્ચ સહિત તેની કિંમત 500 રૂપિયા રાખી છે. તેના દ્વારા ગ્રામીણ મહિલાઓને રોજગારી મળી શકે છે. એક એકરના પાંદડામાંથી 200 જેટલા ગાદલા સરળતાથી બનાવી શકાય છે અને તેનાથી સારી આવક થઈ શકે છે. આ રીતે ખેડૂત પોતાના પાકના કચરામાંથી શ્રેષ્ઠ ઉત્પાદન કરીને પોતાની આવકમાં વધારો કરી શકે છે અને સાથે સાથે સમાજની આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરીને આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકે છે.
કોંગ્રેસના ધારાસભ્ય સુતળી બોમ્બની માળા પહેરીને વિધાનસભા પહોંચ્યા