શનિ-ગુરૂની ડબલ ચાલથી ત્રણ રાશિઓને થશે બમ્પર લાભ
- રાહુના નક્ષત્ર શતભિષામાં શનિ દેવ 6 એપ્રિલ સુધી વિરાજમાન રહેશે. ત્યારબાદ ગુરૂના નક્ષત્ર પૂર્વભાદ્રમાં શનિની એન્ટ્રી થશે. શનિ-ગુરૂની ડબલ ચાલથી કેટલીક રાશિઓની કિસ્મત ચમકશે.
ન્યાયનો દેવતા ગણાતો શનિ અને દેવોના દેવ ગુરૂ ખૂબ જલ્દી ચાલ બદલી રહ્યા છે. કુંડળીમાં શનિ અને ગુરૂની સ્થિતિ જો શુભ હોય તો બગડેલા કામ પણ જલ્દી થવા લાગે છે. ખૂબ જ જલ્દી ગુરૂ પોતાના મિત્ર ગ્રહ ચંદ્ર ,સૂર્ય અને મંગળના નક્ષત્રમાં પ્રવેશ કરશે. મૃગશીર્ષા, રોહિણી અને કૃતિકા નક્ષત્રમાં ગુરૂનો પ્રવેશ થશે. રાહુના નક્ષત્ર શતભિષામાં શનિ દેવ 6 એપ્રિલ સુધી વિરાજમાન રહેશે. ત્યારબાદ ગુરૂના નક્ષત્ર પૂર્વભાદ્રમાં શનિની એન્ટ્રી થશે. શનિ-ગુરૂની ડબલ ચાલથી કેટલીક રાશિઓની કિસ્મત ચમકશે. જાણો ગુરૂ અને શનિના શુભ પ્રભાવથી કઈ કઈ રાશિઓ માલામાલ થશે.
સિંહ રાશિ
શનિ-ગુરૂની ડબલ ચાલ સિંહ રાશિના જાતકોને લાભ અપાવશે. તમારા રોકાયેલા કામ ફરી શરૂ થશે. કરિયરમાં પ્રમોશન મળે તેવા ટાસ્ક મળી શકે છે. તે તમારે સારી રીતે પૂર્ણ કરવા પડશે. સમૃદ્ધિનું આગમન થશે. કામના સંદર્ભમાં વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. સંતાનો તરફથી કોઈ શુભ સમાચાર મળશે.
ધન રાશિ
ધન રાશિના લોકો માટે શનિ અને ગુરૂની બેવડી ચાલ અત્યંત લાભદાયક સાબિત થશે. વેપારના ક્ષેત્રમાં તમને વિદેશી ડીલ મળી શકે છે. લાઈફ પાર્ટનર સાથે ચાલી રહેલી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થશે. ગુરૂ અને શનિના શુભ પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે. પરિવારમાં ખુશીઓનો માહોલ આવશે.
મિથુન રાશિ
શનિ અને ગુરુની ડબલ ચાલથી મિથુન રાશિને ખૂબ ફાયદો થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા ખર્ચ પણ વધશે. તમારે બજેટનું ધ્યાન રાખવું પડશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે. આ દરમિયાન તમે નવા કાર્યની શરુઆત કરી શકશો. વૈવાહિક જીવન પણ મધુર રહેશે.