ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મોદી સરકારે રજૂ કર્યું શ્વેતપત્ર, UPAના આર્થિક ગેરવહીવટ પર કરશે ચર્ચા

Text To Speech

નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: મોદી સરકાર દ્વારા લોકસભામાં(loksbha) શ્વેતપત્ર(White paper) રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે(Finance Minister Nirmala Sitharaman) એનડીએ(NDA) સરકાર વતી શ્વેતપત્ર રજૂ કર્યું. આ પત્ર પર હવે આવતીકાલે ચર્ચા થશે. યુપીએ સરકાર દરમિયાન કથિત આર્થિક ગેરવહીવટ સામે સરકાર આ શ્વેતપત્ર લાવી છે. કોંગ્રેસે આના વિરોધમાં ‘બ્લેક પેપર'(Black Paper) લાવવાનો નિર્ણય કર્યો હતો. અને સવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ‘બ્લેકપેપર’ રજુ પણ કર્યું હતું.

સૌથી પહેલા તો જાણી લો કે મોદી સરકાર ‘વ્હાઈટ પેપર’ કેમ લાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ દ્વારા સાંસદોને જણાવવામાં આવશે કે વર્ષ 2014 (મોદી સરકારની રચના પહેલા) પહેલા દેશ કેવા પ્રકારના શાસન, આર્થિક અને રાજકોષીય સંકટનો સામનો કરી રહ્યો હતો. આ સિવાય સંસદસભ્યોને જનતાને જણાવવા માટે કહેવામાં આવશે કે મોદી સરકારે આર્થિક સ્થિતિ સુધારવા માટે શું પગલાં લીધાં છે.

ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ પોતાના વચગાળાના બજેટ ભાષણ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર એક શ્વેતપત્ર રજૂ કરશે, જેમાં યુપીએના દાયકા અને એનડીએના દાયકાને આવરી લેવામાં આવશે. યુપીએ શાસનની નાણાકીય ગેરવહીવટ અને એનડીએ શાસનની નાણાકીય સમજદારી દર્શાવવા માટે તુલનાત્મક વિશ્લેષણ કરવામાં આવશે.

શ્વેતપત્ર શું છે?

કેન્દ્ર સરકાર દ્વારા બજેટ સત્રમાં લાવવામાં આવેલા શ્વેતપત્ર એ એક માહિતીપ્રદ રિપોર્ટ કાર્ડ છે જેમાં સરકારની નીતિઓ, કામો અને મહત્વપૂર્ણ મુદ્દાઓને રેખાંકિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સરકારો કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા, સૂચનો આપવા કે પગલાં લેવા માટે ‘શ્વેતપત્રો’ લાવે છે.

Back to top button