ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ 5 પ્લોટની ઈ-ઓક્શન મારફતે હરાજી કરાશે

  • રેસિડેન્શિયલ હેતુના પ્લોટની ચો.મી. દીઠ અપસેટ વેલ્યૂ રૂ. 40,000 નક્કી કરાઈ
  • 27-28 ફેબ્રુઆરીએ પાંચ પ્લોટનું હરાજીથી વેચાણ થશે
  • થલતેજના પ્લોટની સૌથી વધુ ચો.મી. દીઠ રૂ. 2,75,000ની અપસેટ વેલ્યૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ 5 પ્લોટની ઈ-ઓક્શન મારફતે હરાજી કરાશે. તેમાં AMCના ત્રણ કોમર્શિયલ, બે રેસિડેન્શિયલ હેતુના પ્લોટની ઈ-ઓક્શનથી હરાજી થશે. 27-28 ફેબ્રુઆરીએ પાંચ પ્લોટનું હરાજીથી વેચાણ થશે. તેમાં થલતેજના પ્લોટની સૌથી વધુ ચો.મી. દીઠ રૂ. 2,75,000ની અપસેટ વેલ્યૂ છે.

આ પણ વાંચો: અમદાવાદથી અયોધ્યાની પહેલી ટ્રેન રવાના, સાબરમતી રેલવે સ્ટેશન જ્ય શ્રી રામના નાદથી ગુજ્યું

રેસિડેન્શિયલ હેતુના પ્લોટની ચો.મી. દીઠ અપસેટ વેલ્યૂ રૂ. 40,000 નક્કી કરાઈ

રેસિડેન્શિયલ હેતુના પ્લોટની ચો.મી. દીઠ અપસેટ વેલ્યૂ રૂ. 40,000 નક્કી કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેબ્રુઆરી મહિનાના અંતમાં વધુ પાંચ પ્લોટની ઈ- ઓક્શન મારફતે હરાજી કરવામાં આવશે. મ્યુનિ. દ્વારા હરાજી કરવામાં આવનાર પાંચ પ્લોટ પૈકી બે પ્લોટ રેસિડેન્શિયલ અને ત્રણ કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ છે. મ્યુનિ. દ્વારા વસ્ત્રાલ, વટવા, થલતેજમાં એક- એક પ્લોટ અને બોડકદેવમાં બે પ્લોટની હરાજી કરવાનું નક્કી કરાયું છે. મ્યુનિ. દ્વારા તા. 27 ફેબ્રુઆરીના રોજ વસ્ત્રાલ, વટવા, અને બોડકદેવમાં અશોક વાટિકા રોડ પરના પ્લોટ સહિત ત્રણ પ્લોટની હરાજી કરાશે અને તા. 28 ફેબ્રુઆરીના રોજ સિંધુ ભવન રોડ, બોડકદેવ અને થલતેજમાં ઝાયડસ હોસ્પિટલ રોડ પરના પ્લોટની હરાજી કરાશે.

આ પણ વાંચો: ગુજરાતની ગંગા સમાન પવિત્ર નર્મદા નદિનો આજથી જયંતી મહોત્સવ

વસ્ત્રાલમાં TP-114માં FP-148માં 5,900 ચો.મી.ના કોમર્શિયલ હેતુના પ્લોટની ચો.મી. દીઠ અપસેટ વેલ્યુ રૂ. 86,000 નક્કી

વસ્ત્રાલમાં TP-114માં FP-148માં 5,900 ચો.મી.ના કોમર્શિયલ હેતુના પ્લોટની ચો.મી. દીઠ અપસેટ વેલ્યુ રૂ. 86,000 નક્કી કરાઈ છે. વટવામાં TP-84માં FP-133માં 6,558 ચો.મી.ના રેસિડેન્શિયલ હેતુના પ્લોટની ચો.મી. દીઠ અપસેટ વેલ્યૂ રૂ. 40,000 નક્કી કરાઈ છે. બોડકદેવમાં TP-50માં FP-379માં 4,658 ચો.મી.ના અશોક વાટિકા રોડ પરના કોમર્શિયલ હેતુના પ્લોટની ચો.મી. દીઠ અપસેટ વેલ્યૂ રૂ. 2,70,000 નક્કી કરાઈ છે. બોડકદેવમાં TP-50માં FP-353માં 13,222 ચો.મી.ના સિંધુભવન રોડ પરના કોમર્શિયલ હેતુના પ્લોટની ચો.મી. દીઠ અપસેટ વેલ્યૂ રૂ. 2,52,000 નક્કી કરાઈ છે. થલતેજમાં TP-38માં FP-264માં 4,062 ચો.મી.ના ઝયડસ હોસ્પિટલ રોડ પરના રેસિડેન્શિયલ હેતુના પ્લોટની ચો.મી. દીઠ અપસેટ વેલ્યૂ રૂ. 2,75,000 નક્કી કરાઈ છે.

Back to top button