મધ્યપ્રદેશમાં લાઈસન્સ વિના ચાલતી ફટાકડાની 6 ફેક્ટરી સીલ
- ઈન્દોરમાં સલામતી ધોરણોનું પાલન ન કરવા બદલ ફટાકડા ફેક્ટરીઓને સીલ કરાઇ
- કડક પગલાં લેવાના મુખ્યમંત્રી દ્વારા નિર્દેશો આપવામાં આવ્યા છે : DM આશિષ સિંહ
મધ્યપ્રદેશ, 8 ફેબ્રુઆરી: મધ્યપ્રદેશના ઈન્દોરમાં લાયસન્સ ન હોવા અને સલામતી ધોરણોનું પાલન ન કરવા બદલ 6 ફટાકડા ફેક્ટરીઓને સીલ કરવામાં આવી છે. ઈન્દોરના DM આશિષ સિંહે આ અંગે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા નિર્દેશોને અનુસરીને, પોલીસ અને પ્રશાસનની એક સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે અને ફટાકડાની ફેક્ટરીઓ, ગોદામો અને દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. લાઇસન્સ ન હોવા અથવા સલામતીના ધોરણોનું પાલન ન કરવાના કારણે આવી દુકાનોને સીલ કરવામાં આવી છે. આવી લાઇસન્સ વગરની અથવા સલામતીના ધોરણોનું પાલન ન કરતી 6 ફેક્ટરીઓને સીલ કરવામાં આવી છે.
#WATCH | Madhya Pradesh: 6 firecracker factories sealed in Indore for not having a license and not following safety standards.
Ashish Singh, DM Indore says, “Following the instructions given by the Chief Minister, a joint team of police and administration is being formed and… pic.twitter.com/5BbSqM7QCu
— ANI (@ANI) February 8, 2024
બુધવારે હરદામાં ફટાકડાના કારખાનામાં લાગેલી ભીષણ આગને જોતા જિલ્લા વહીવટી તંત્રએ મોડી સાંજે ફટાકડાના કારખાનાની ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેના કારણે 6 ફટાકડાની ફેક્ટરીઓ અને વેરહાઉસને સલામતીના ધોરણોનું પાલન ન કરવા બદલ સીલ કરવામાં આવ્યા હતા.
કલેક્ટર આશિષ સિંહની સૂચનાથી તપાસ
કલેક્ટર આશિષ સિંહની સૂચનાથી પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત ટીમે બુધવારે જિલ્લામાં ફટાકડાના કારખાનાઓ અને ગોદામોની તપાસ શરૂ કરી હતી. 50થી વધુ વેરહાઉસ, કારખાનાઓ અને દુકાનોની તપાસ કરવામાં આવી હતી. જે અંગે મહુના SDM વિનોદ રાઠોડે જણાવ્યું હતું કે, ઓમ સાંઈ બાબા એજન્સીના નામે સ્ટોરેજ લાયસન્સ લીધા બાદ હરસોલા ગામમાં એક વેરહાઉસમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. કાચો માલ મંગાવવા અને પેકિંગ કરવા બદલ પ્રોપરાઈટર જયપ્રકાશ સુખરાની વિરુદ્ધ કિશનગંજ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી રહી છે.
વેલ્ડીંગની દુકાન પાસે વેરહાઉસ
રાઉના એસડીએમ રાકેશ પંવારે જણાવ્યું હતું કે, 11 વેરહાઉસની તપાસ કરવામાં આવી છે. રાઉના બારી વિસ્તારમાં ફટાકડાના વેરહાઉસ પાસે વેલ્ડીંગની દુકાન ચાલી રહી હતી. આ કારણોસર આ ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું, જ્યારે સતનામ ફાયર વર્કસે ગોડાઉનમાં ફટાકડાનો સ્ટોક રાખ્યો હતો. વેરહાઉસ આગળ કાટમાળ અને પાછળ ફટાકડાથી ભરેલું હતું.
આ પણ જુઓ: મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6નાં મૃત્યુ, 50 દાઝ્યા