ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીએ ઓડિશામાં આદિવાસી નેતા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

સુંદરગઢ (ઓડિશા), 07 ફેબ્રુઆરી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઓડિશામાં ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન આદિવાસી નેતા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બુધવારે ઝારખંડથી ઓડિશા પહોંચી હતી. રાહુલે રાઉરકેલામાં ભવ્ય રોડ શો કર્યો હતો. આજે રાહુલ ગાંધીએ સુંદરગઢના રાઉરકેલામાં વેદવ્યાસ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ બિરસા મુંડાની પ્રતિમા સ્થળે પુષ્પાજંલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.

ગઈકાલે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ઝારખંડમાં રાહુલ ગાંધીએ બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના પરિવારની ચોથી પેઢીને પણ મળ્યા હતા અને સન્માન કર્યું હતું. ત્યારબાદ એવી અટકળોએ જોર પક્ડ્યું હતું કે, રાહુલ ગાંધીએ અહીં ન તો રોડ શો કર્યો, ન તો લોકો સાથે સંવાદ. જેને લઈને કોંગ્રેસના કાર્યકરો નારાજ હોવાનું બહાર આવ્યું હતુ. આદિવાસી સમાજના લોકોએ કહ્યું કે આ બિરસા મુંડા અને બિરસાની ભૂમિનું અપમાન અને ઉપેક્ષા છે. ત્યારબાદ આજે ઓડિશામાં પહોંચતા તેમણે બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

રાહુલ ગાંધીએ ત્રણ કિમી લાંબો રોડ શો કર્યો

રાહુલ ગાંધીએ રાઉરકેલામાં ઉદિત નગર આંબેડકર ચોકથી પનપોશ ગાંધી ચોક સુધી ત્રણ કિલોમીટરનો રોડ શો કર્યો હતો. અને ગાંધી ચોક ખાતે જાહેર સભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે ભાજપ અને RSS દેશમાં નફરત ફેલાવી રહ્યા છે અને તેનાથી દેશને નુકસાન થઈ રહ્યું છે. એટલા માટે આપણે બધાએ સાથે આવીને નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલવી પડશે. રાજ્યમાં નવીન પટનાયક અને નરેન્દ્ર મોદીની ભાગીદારીની સરકાર ચાલે છે.

30 લાખ યુવાનો રોજગાર માટે વલખાં મારે છે: રાહુલ

તેમણે કહ્યું છે કે ઓડિશાના 30 લાખથી વધુ યુવાનો નોકરીની શોધમાં બીજા રાજ્યોમાં વલખાં મારી રહ્યા છે અને મોદીના મિત્ર નવીન પટનાયકની મિલીભગતથી બહારથી આવેલા 30 અબજોપતિ ઉદ્યોગપતિઓ રાજ્યના સંસાધનોને લૂંટી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી રેલ, SAIL, પોર્ટ, એરપોર્ટ વગેરે સહિત દેશના મોટા PSU આજે મોદીની ‘મિત્ર નીતિ’ના કારણે વેચાઈ રહ્યા છે.GSTમાં સુધારો કરીને, આંધળા ખાનગીકરણને અટકાવીને, PSUને પુનઃજીવિત કરીને અને ખાલી પડેલી સરકારી જગ્યાઓ ભરીને નાના ઉદ્યોગો માટે એક નવું આર્થિક મોડલ બનાવવાની અમારી પ્રાથમિકતા છે.તેમણે કહ્યું કે, કોંગ્રેસનું આ વિઝન ઓડિશા સહિત સમગ્ર દેશમાં રોજગાર પેદા કરી શકે છે.

આ પણ વાંચો: VIDEO: કૂતરાએ ન ખાધું તો રાહુલ ગાંધીએ કાર્યકરને બિસ્કિટ આપ્યું?

Back to top button