ટ્રેન્ડિંગધર્મવિશેષ

એક વર્ષ બાદ કુંભ રાશિમાં સૂર્ય ગોચર, ચમકશે આ રાશિઓની કિસ્મત

Text To Speech
  • 13 ફેબ્રુઆરીના દિવસે પોતાની આગામી ચાલ ચાલશે. શનિની રાશિ કુંભમા 13 ફેબ્રુઆરીએ સૂર્યનો પ્રવેશ થશે. કુંભ રાશિમાં સૂર્ય ગોચર થવાથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થવાનું નક્કી છે

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ મહત્ત્વ રાખે છે. સૂર્ય દેવ મહિનામાં એક જ વખત ગોચર કરે છે. એક રાશિમાં લગભગ 30 દિવસ સુધી સૂર્ય વિરાજમાન રહે છે, જેની પોઝિટિવ અને નેગેટિવ અસર અનેક રાશિ પર પડે છે. હાલમાં સૂર્ય મકર રાશિમાં વિરાજમાન છે, જે 13 ફેબ્રુઆરીના દિવસે પોતાની આગામી ચાલ ચાલશે. શનિની રાશિ કુંભમા 13 ફેબ્રુઆરીએ સૂર્યનો પ્રવેશ થશે. કુંભ રાશિમાં સૂર્ય ગોચર થવાથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થવાનું નક્કી છે. જાણો એ લકી રાશિઓ વિશે.

મેષ

સૂર્યનું કુંભ રાશિમાં ગોચર મેષ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. સમાજમાં તમારું માન-સન્માન ખૂબ વધશે. ઓફિસમાં તમારા સિનિયર્સ તમારા કામના વખાણ કરશે. આ દરમિયાન તમને નવી જવાબદારીઓ મળી શકે છે. ફાયનાન્શિયલ સિચ્યુએશન પણ સારી રહેશે. વેપારીઓ માટે આ સમય ખાસ હશે.

એક વર્ષ બાદ કુંભ રાશિમાં સૂર્ય ગોચરઃ 30 દિવસ સુધી ચમકશે આ રાશિઓની કિસ્મત hum dekhenge news

મિથુન 

મિથુન રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન પોઝિટિવ રિઝલ્ટ લાવશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. કામકાજમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે. ધનનું આગમન થશે. પરિવાર સાથે સારો સમય વીતાવી શકશો. લવ લાઈફ સારી રહેશે.

વૃષભ

શનિની રાશિ કુંભમાં સૂર્યનું ગોચર વૃષભ રાશિના લોકોને લાભ આપશે. તમારી પર સૂર્ય દેવની કૃપા રહેશે. ધર્મ-કર્મમાં મન લાગેલું રહેશે. પોઝિટિવ ફીલ કરી શકશો. આર્થિક સ્થિતિ સારી રહેશે. આરોગ્ય પર ધ્યાન આપજો અને બાળકો સાથે વધુ સારો સમય વીતાવજો.

આ પણ વાંચોઃ પિંક સિટી જયપુરમાં રાજપૂતોનો અનમોલ ખજાનો છુપાયેલો છે

Back to top button