બનાસકાંઠામાં કોરોનાના 10 કેસ, એક્ટિવ કેસનો આંકડો 31 ઉપર પહોંચ્યો
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 31 જેટલા એકટીવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ પાલનપુરમાં 4 કેસ નોંધાયા છે.
પાલનપુરમાં 4 કેસ નોંધાયા
બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે નાગરિકો કોરોનાથી બચવા ફરજિયાત માસ્ક પહેરે તે માટે જાહેરનામું બહાર પડેલું છે. છતાં હજુ પણ ભીડભાડ વાળા વિસ્તાર અને વાહનોમાં મુસાફરી કરતા મુસાફરો કોરોના જાણે જતા રહ્યો હોય તેમ માસ્ક પહેર્યા વગર બેફિકર થઈ ફરી રહ્યા છે. હાલમાં દેશભરના અલગ- અલગ રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો એક્ટિવ કેસનો આંકડો 31 ઉપર પહોંચ્યો છે. જેમાં પાલનપુરમાં સૌથી વધુ કોરોનાના કેસની સંખ્યા 4 પર પહોંચી છે. જ્યારે થરાદમાં 2, કાંકરેજમાં 2, ધાનેરા અને ભાભર માં 1-1 નોંધાયા છે. જ્યારે કોરોના ના 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરટીપીસીઆર ના 1967, એન્ટીજનના 636 મળીને કુલ 2603 સેમ્પલ લેવામાં આવ્યા હતા.