ગુજરાત

રાષ્ટ્રપતિ પદ માટે પસંદગી બદલ આદિવાસીઓએ જે.પી. નડ્ડાને પાઘડી પહેરાવી

Text To Speech

પાલનપુર: રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે.પી. નડ્ડા મહેમાન બન્યા છે. જ્યાં એનડીએ દ્વારા દેશના ભાવિ રાષ્ટ્રપતિ માટે મહિલા શક્તિ દ્રૌપદી મુર્રમુની પસંદગી કરવા બદલ આદિવાસીઓએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું પાઘડી પહેરાવીને વિશેષ સન્માન કર્યું હતું.

જે.પી. નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસથી રાજસ્થાનના પ્રવાસે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજસ્થાનના પ્રવાસે આવેલા છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસથી રાજસ્થાનના પ્રવાસે આવેલા છે. તેઓ મંગળવારે ઉદેપુર ગયા હતા. જ્યાંથી માઉન્ટ આબુ આવ્યા હતા. માઉન્ટ આબુમાં ચાલી રહેલા ભાજપના પ્રશિક્ષણ વર્ગના સમાપન સત્રમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ‘જન પ્રતિનિધિઓ અને કાર્યકરો વચ્ચે સંવાદ થવો જરૂરી છે. અને તેમની સમસ્યાઓ સાંભળીને તેનો ઉકેલ લાવવો જોઈએ. તેમને જણાવ્યું હતું કે, ભારતમાં માત્ર ભાજપ જ રાષ્ટ્રીય પાર્ટી છે. બાકી પાર્ટીઓ પરિવારવાદ, વંશવાદ અને વ્યક્તિવાદમાં જ પૂરી થઈ ગઈ છે. તેમને કોઈ પણ કામ સમયસર પુરુ કરવા ઉપર પણ કાર્યકરોને શીખ આપી હતી. જ્યારે બ્રહ્માકુમારી સંસ્થાનમાં તેઓએ જણાવ્યું હતું કે જ્યારે હું અહીંયા આવું છું ત્યારે મને ઉર્જા મળે છે. અને દેશના વિકાસ માટે જબરજસ્ત પ્રેરણા મળે છે. બ્રહ્માકુમારીઝમાં આવી ઉર્જા મેળવી પાર્ટીમાં ઊર્જા સંચારનું કાર્ય કરું છું. તેઓએ બ્રહ્માકુમારીઝનું વિશ્વ વ્યાપ્ત કાર્ય દેશ અને વિશ્વમાં ભારતનું નામ રોશન કરવા સક્ષમ હોવાનું જણાવ્યું હતું. સંસ્થાના સહ પ્રસાશિકા રાજ યોગીની જયંતીબેન અને મુન્ની દીદીએ જે. પી. નડ્ડાનું સાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.

Back to top button