ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેમ ફરીથી નીતિન ગડકરીની “પીડા” છલકાઈ? જાણો શું કહ્યું!

Text To Speech

નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી:  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા રહેવાની તકવાદી રાજકારણીઓની ઈચ્છા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વિચારધારામાં આ પ્રકારનું પતન લોકશાહી માટે સારું નથી. બીજેપી નેતાએ કહ્યું કે તેમની વિચારધારા પર અડગ રહેતા નેતાઓની સંખ્યા ધીમે-ધીમે ઘટી રહી છે. નામ લીધા વિના તેમણે કહ્યું, હું હંમેશા મજાકમાં કહું છું કે કોઈ પણ પક્ષ સત્તામાં હોય, એક વાત ચોક્કસ છે કે જે સારું કામ કરે છે તેને ક્યારેય સન્માન મળતું નથી અને જે ખરાબ કામ કરે છે તેને ક્યારેય સજા થતી નથી. જો કે, તેઓ મોદી સરકારની ટીકા કરતા ક્યારેય અચકાતા નથી.

‘વિચારોમાં કમીએ આપણી સમસ્યા બની છે’

સાંસદોનો તેમના ઉત્તમ યોગદાન માટે સન્માનિત કરવાના કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ વાત કરી હતી. તેમણે કાર્યક્રમમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમારી ચર્ચા અને પરસ્પર મતભેદ એ અમારી સમસ્યા નથી, પરંતુ અમારી સમસ્યા વિચારોની કમી છે. તેમણે કહ્યું કે, એવા પણ લોકો છે જે પોતાની વિચારધારા આધારે વિશ્વાસ સાથે અડીખમ છે, પરંતુ હવે આવા લોકોની સંખ્યા ખૂબ ઓછી થઈ રહી છે જેનાથી વિચારધારાનું પતન થઈ રહ્યું છે. જે એક લોકતંત્ર માટે સારું નથી. નીતિન ગડકરીએ કહ્યું કે, ન તો જમણેરી કે ડાબેરી, અમે જાણીતા તકવાદી છીએ. કેટલાક લોકો આવું લખે છે અને દરેક શાસક પક્ષ સાથે જોડાયેલા રહેવા માંગે છે.

ઘણા નેતાઓને શ્રેષ્ઠ સંસદસભ્યનો એવોર્ડ મળ્યો

આ કાર્યક્રમમાં કોંગ્રેસના લોકસભા સભ્ય શશિ થરૂર અને બીજુ જનતા દળના રાજ્યસભા સભ્ય સસ્મિત પાત્રાને વર્ષના શ્રેષ્ઠ સંસદસભ્યના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. બહુજન સમાજ પાર્ટી (BSP)ના સસ્પેન્ડેડ લોકસભા સભ્ય દાનિશ અલી અને CPI(M)ના રાજ્યસભા સભ્ય જોન બ્રિટાસને શ્રેષ્ઠ નવા સાંસદનો એવોર્ડ મળ્યો. આ સમારોહમાં બીજેપી સાંસદ મેનકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવને ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ’ એવોર્ડ એનાયત કરાયો. અકાલી દળના સાંસદ હરસિમરત કૌર અને બીજેપી સાંસદ સરોજ પાંડેને વર્ષની શ્રેષ્ઠ મહિલા સંસદસભ્યનો એવોર્ડ મળ્યો હતો.

આ પણ વાંચો: હિંદુત્વનો ઈતિહાસ દેશનો ઈતિહાસ – નીતિન ગડકરી

Back to top button