ટ્રેન્ડિંગવર્લ્ડ

હેલિકોપ્ટર ક્રેશમાં ચિલીના ભૂતપૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાનું નિધન

Text To Speech

સેન્ટિયાગો(ચિલી), 07 ફેબ્રુઆરી: ચિલીના ભૂતપૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મંગળવારે બનેલી વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. પૂર્વ પ્રમુખ અને અબજોપતિ બિઝનેસમેન સેબેસ્ટિયનના કાર્યાલયમાંથી આ માહિતી સામે આવી છે. કાર્યાલયે કહ્યું કે ચિલી રિપબ્લિકના ભૂતપૂર્વ પ્રમુખ હવે નથી રહ્યા.  74 વર્ષીય પિનેરા લાગો રેન્કોમાં મૃત્યુ પામ્યા હતા. આ સ્થળ વેકેશન ગાળવા માટે જાણીતું માનવામાં આવે છે.

આ અકસ્માત સેન્ટિયાગોની દક્ષિણે લગભગ 920 કિલોમીટર દૂર આવેલા લેક ડિસ્ટ્રિક્ટ લેગો રેન્કોમાં થયો હતો, જ્યાં પિનેરા તેમના બાળકો અને પૌત્રો સાથે વેકેશન ઈન્જોય કરવા ગયા હતા. મળતી માહિતી મુજબ, પૂર્વ પ્રમુખ સેબેસ્ટિયનનું મૃત્યુ થયું હતું પરંતુ હેલિકોપ્ટરમાં તેમની સાથે મુસાફરી કરી રહેલા અન્ય ત્રણ લોકો અકસ્માતમાં બચી ગયા હતા. ડાબેરી પ્રમુખ ગેબ્રિયલ બોરિકે સેબેસ્ટિયન પિનેરાના નિધનને લઈને દેશમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે.

બે વખત ચિલીના પ્રમુખ બન્યા

ચિલીના ભૂતપૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરા એક અબજોપતિ ઉદ્યોગપતિ હતા જેમણે બે વખત દક્ષિણ અમેરિકન દેશની ટોચનું પદ સંભાળ્યું હતું. સેબેસ્ટિયન પિનેરા 2010થી 2014 અને 2018થી 2022 સુધી બે વખત દેશના રાષ્ટ્રપતિ પદ પર રહી ચૂક્યા છે. કહેવાય છે કે તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં બેરોજગારીમાં ભારે ઘટાડો થયો હતો.પિનેરા ઘણીવાર પોતાનું હેલિકોપ્ટર ઉડાડતા હતા અને દેશની રાષ્ટ્રીય એરલાઇનમાં ભૂતપૂર્વ શેરહોલ્ડર પણ હતા. આ ઉપરાંત, ટેલિવિઝન અને ફૂટબોલ સહિતના અન્ય વ્યવસાયોમાં પણ તેઓ ભાગીદાર હતા.

અનેક દેશોના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

ભૂતપૂર્વ અને વર્તમાન લેટિન અમેરિકન નેતાઓએ ભૂતપૂર્વ પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાને શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં પેરુના પ્રમુખ દિના બોલવર્ટ અને બોલિવિયાના ભૂતપૂર્વ વડા ઇવો મોરાલેસ અને જીનીન એનેઝ સામેલ હતા કોલંબિયાના વિદેશ મંત્રાલયે FARC ગેરિલા જૂથ સાથે બોગોટાની શાંતિ વાટાઘાટો માટે પિનેરા સરકારના સમર્થનને યાદ કરીને ચિલીના લોકો પ્રત્યે નિષ્ઠાવાન સંવેદના વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: 65 યુક્રેનિયન કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી વિમાન ક્રેશ, જૂઓ ભયાનક વીડિયો

Back to top button