ગુજરાતમાં ડિફેન્સની જગ્યા પર પણ દબાણ બહોળા પ્રમાણમાં વધ્યું
- સરકારી કે ખાનગી જમીનો પર દબાણ થવું એ હવે સામાન્ય બાબત
- ડિફેન્સની જમીન પર દબાણના મામલે ગુજરાત દેશમાં 13માં ક્રમે છે
- પશ્ચિમ બંગાળમાં ડિફેન્સની 816 એકર જગ્યા પર દબાણ થયું
ગુજરાતમાં ડિફેન્સની જગ્યા પર પણ દબાણ બહોળા પ્રમાણમાં વધ્યું છે. જેમાં ડિફેન્સની જમીન પર 29 ટકા દબાણ વધ્યું છે. તેમાં ડિફેન્સની અંદાજે 10 લાખ ચોરસ વારથી વધુ જમીન પર દબાણ છે. દેશમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં 1797 એકર જમીન પર દબાણ નોંધાયું છે.
આ પણ વાંચો: દેશમાં શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ગુજરાત રાજ્ય અગ્રેસર
ડિફેન્સની જમીન પર દબાણના મામલે ગુજરાત દેશમાં 13માં ક્રમે છે
ડિફેન્સની જમીન પર દબાણના મામલે ગુજરાત દેશમાં 13માં ક્રમે છે. સરકારી કે ખાનગી જમીનો પર દબાણ થવું એ હવે સામાન્ય બાબત બનતી જાય છે. એટલું જ નહીં પણ આર્મી અથવા તો ડિફેન્સની જગ્યા પર પણ દબાણ બહોળા પ્રમાણમાં વધી રહ્યું છે. સસંસદના ચાલુ સત્રમાં સરકારે માહિતી આપી હતી કે સમગ્ર દેશમાં ડિફેન્સની 10,318.75 એકર (અંદાજે 5 કરોડ ચોરસ વાર) જમીન પર દબાણ થયું છે. 31 ડિસેમ્બર 2018 સુધીમાં આ આંકડો 9622.80 એકર (આશરે 46.57 કરોડ ચોરસ વાર) હતો. ગુજરાતની વાત કરીએ તો ડિસેમ્બર 2018માં ગુજરાતમાં 165 એકર (અંદાજે 7,98,600 ચોરસ વાર) જમીન પર દબાણ થયું હતું જે અત્યારે 29% જેટલું વધીને 212.75 એકર (અંદાજે 10.30 લાખ ચોરસ વાર) પર પહોંચી ગયું છે.
પશ્ચિમ બંગાળમાં ડિફેન્સની 816 એકર જગ્યા પર દબાણ થયું
તમિલનાડુના તિરુનેલવેલીના સાંસદ એસ. જ્ઞાનતિરવિયમ દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં કેન્દ્રીય રાજ્ય રક્ષા મંત્રી અજય ભટ્ટે આપી હતી. પ્રશ્નના ઉત્તરમાં આપાયેલા આંકડા મુજબ ડિફેન્સની જમીન પર દબાણના મામલે ગુજરાત દેશમાં 13માં ક્રમે છે. વર્તમાન આંકડા પ્રમાણે દેશમાં સૌથીવધુ ઉત્તર પ્રદેશમાં 1797 એકર જમીન પર દબાણ નોંધાયું છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં 1644 એકર, મહારાષ્ટ્રમાં 1023 એકર અને પશ્ચિમ બંગાળમાં ડિફેન્સની 816 એકર જગ્યા પર દબાણ થયું છે. ટકાવારીની દ્રષ્ટ્રીએ ઓડિશામાં અતિક્રમણ 46,205% અને સિક્કિમમાં 22,237% વધ્યું છે. આ ઉપરાંત સરકારે સંસદમાં પૂછાયેલા જવાબમાં જણાવ્યું કે, સંલગ્ન ઓફ્સિ દ્વારા ડિફેન્સની જગ્યાનું નિયમિત ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. જ્યારે દબાણ ધ્યાનમાં આવે ત્યારે પોલીસ, સ્થાનિક સત્તાવાળાઓ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસરીને અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરીને તેને દૂર કરવામાં આવે છે.