- પોલીસે રાજીવ મોદી અને પિડીતા વચ્ચેની કડીઓ એકઠી કરી
- છેલ્લા 13 દિવસથી બલ્ગેરિયન યુવતી ગુમ થઇ છે
- યુવતી બોપલ પાસેથી ગુમ થઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ
અમદાવાદ: બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કાંડ કેસમાં રાજીવ મોદીના કર્મીઓ અને કુટુંબીજનોની મુશ્કેલીઓ વધી છે. જેમાં હવે રાજીવ મોદીના કર્મીઓ અને કુટુંબીજનોની તપાસ થશે. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા યુવતીએ દુષ્કર્મની ફરીયાદ નોધાવી હતી. જ્યારે છેલ્લા 13 દિવસથી બલ્ગેરિયન યુવતી ગુમ થઇ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ, જાણો ઠંડી વધવાની શું છે આગાહી
છેલ્લા 13 દિવસથી બલ્ગેરિયન યુવતી ગુમ થઇ છે
પોલીસે જોન્સન મેથ્યૂનું નિવેદન નોધીને રાજીવ મોદી અને પિડીતા વચ્ચેની કડીઓ એકઠી કરી છે. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા કેડિલા કંપનીના સીએમડી રાજીવ મોદી અને તેના મેનેજર જોન્સન મેથ્યૂ સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરીયાદ નોધાવી હતી. જેમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે છેલ્લા 13 દિવસથી બલ્ગેરિયન યુવતી ગુમ થઇ છે. ત્યારે રાજીવ મોદી વિદેશમાં બેઠા બેઠા સમગ્ર કેસ અંગે ગોઠવણ કરી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.
આ પણ વાંચો: દેશમાં શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ગુજરાત રાજ્ય અગ્રેસર
પોલીસે જોન્સન મેથ્યૂનું નિવેદન નોધીને રાજીવ મોદી અને પિડીતા વચ્ચેની કડીઓ એકઠી કરી
પોલીસે જોન્સન મેથ્યૂનું નિવેદન નોધીને રાજીવ મોદી અને પિડીતા વચ્ચેની કડીઓ એકઠી કરી છે. મહત્વનું છે કે જોન્સન પોલીસના નિવેદનમાં સહકાર આપતો ન હતો. અને જોન્સન કેડિલામાં લોકોને નોકરીએ રાખવાનુ અને કંપનીનું મેનેજમેન્ટ કરે છે. ત્યારે પોલીસે રાજીવ મોદીની કંપનીના કર્મચારીઓ અને તેના સંબંધીઓ તેમજ અંગત માણસો સહિત 50 લોકોના નિવેદનો લીધા છે. ત્યારે જોન્સને પોલીસ નિવેદનમાં લખાવ્યુ કે યુવતી અહી કામ કરવા આવી હતી. ત્યારે યુવતી બોપલ પાસેથી ગુમ થઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.