ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ઓસ્ટ્રેલિયન સંસદના મૂળ ભારતીય વરુણ ઘોષે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા

ઓસ્ટ્રેલિયા, 07 ફેબ્રુઆરી : ઓસ્ટ્રેલિયન સેનેટર વરુણ ઘોષ મંગળવારે ઓસ્ટ્રેલિયન સંસદમાં ભગવત ગીતા પર હાથ રાખીને શપથ લેનારા પ્રથમ ભારતીય મૂળના સેનેટર બન્યા છે. વરુણ ઘોષ જે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના છે, તેમને પ્રાંતીય એસેમ્બલી અને પ્રાંતીય પરિષદ દ્વારા ફેડરલ સંસદમાં તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શપથગ્રહણ બાદ ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે વરુણ ઘોષનું સ્વાગત કરતા કહ્યું કે, લેબર સેનેટની ટીમમાં તમારું હોવું અદ્ભુત છે.

તમે પ્રથમ છો પણ છેલ્લા નહી 

પેની વોંગે તેના સોશિયલ મીડિયા હેન્ડલ X પર કહ્યું, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના અમારા નવા સેનેટર વરુણ ઘોષનું સ્વાગત છે. સેનેટર ઘોષ ભગવદ ગીતા પર શપથ લેનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન સેનેટર છે. હું ઘણીવારકહું છું કે, જ્યારે તમે કોઈ બાબતમાં પ્રથમ હોવ, ત્યારે તમે ખાતરી કરો કે તમે છેલ્લા નથી. સાથે જ, તેણીએ કહ્યું કે, હું જાણું છું કે સેનેટર ઘોષ તેમના સમુદાય અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયનો માટે મજબૂત અવાજ હશે.

ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસે પણ વરુણ ઘોષને સેનેટર બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અલ્બેનીઝે X પર પોસ્ટ કરીને લખ્યું, ‘વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના અમારા નવા સેનેટર વરુણ ઘોષનું સ્વાગત છે. તમારું  ટીમમાં હોવું ખૂબ જ ફેન્ટાસ્ટિક છે.

કોણ છે વરુણ ઘોષ?

વરુણ ઘોષ પર્થના વકીલ છે. તેમણે વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા ની યુનિવર્સિટીમાંથી આર્ટસ અને લૉમાં ડિગ્રી મેળવી છે. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કાયદામાં કોમનવેલ્થ સ્કોલર હતા. તેમણે પ્રથમ ન્યૂયોર્કમાં ફાઇનાન્સ વકીલ તરીકે અને પછી વોશિંગ્ટન, ડીસીમાં વર્લ્ડ બેંકના સલાહકાર તરીકે કામ કર્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વરુણ ઘોષે બેરિસ્ટર તરીકે કામ કર્યું છે, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ બેંક સાથે કાયદાકીય બાબતોનું સંચાલન કરે છે. તે 2015 માં ઓસ્ટ્રેલિયા પાછા ફર્યા અને કિંગ એન્ડ વુડ મેલેસન સાથે કામ કરતાં તેમણે બેંકો, સંસાધન કંપનીઓ અને બાંધકામ કંપનીઓ માટે કાનૂની બાબતોનું પણ સંચાલન કરે છે.

તેની રાજકીય સફર ક્યારે શરૂ થઈ?

વરુણ ઘોષની રાજકીય સફર ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ પર્થમાં ઓસ્ટ્રેલિયાની લેબર પાર્ટીમાં જોડાયા. 2019ની ફેડરલ ચૂંટણીમાં વરુણ ઘોષને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયન લેબર પાર્ટીની સેનેટની ટિકિટ પર પાંચમા સ્થાને મૂકવામાં આવ્યા હતા, જોકે તેઓ ચૂંટાયા ન હતા.

તેઓ માત્ર 17 વર્ષના હતા જ્યારે તેમના માતા-પિતા 1980ના દાયકામાં ભારત છોડીને ગયા હતા. 1985માં જન્મેલા ઘોષ 1997માં પર્થ ગયા અને ક્રાઈસ્ટ ચર્ચ ગ્રામર સ્કૂલમાં ભણ્યા. વરુણ ઘોષે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મને સારું શિક્ષણ પ્રાપ્ત થયું છે અને હું દ્રઢપણે માનું છું કે ઉચ્ચ ગુણવત્તાની શિક્ષણ અને તાલીમ દરેક માટે ઉપલબ્ધ હોવી જોઈએ.”

આ પણ વાંચો : મ્યાનમારના રખાઈન પ્રાંતમાં ભારતીયોને રહેવું જોખમી, MEAની ત્યાંથી ખસી જવાની સલાહ

Back to top button