ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

કૂતરાએ બિસ્કીટ ન ખાધુ એમાં પ્રોબ્લેમ શું છે? રાહુલ ગાંધીએ ભાજપને પૂછ્યો સવાલ

  • કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ઝારખંડમાં ચાલી રહી છે, આ દરમિયાન રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

ઝારખંડ, 6 ફેબ્રુઆરી: જેમ જેમ લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ જોર પકડી રહ્યું છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રાને ભાજપ સતત નિશાન બનાવી રહ્યું છે. આ દરમિયાન બીજેપીએ એક વીડિયો શેર કરીને આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી એક કૂતરાને બિસ્કિટ ખવડાવી રહ્યા હતા અને જ્યારે તે ખાતો ન હતો ત્યારે રાહુલ ગાંધીએ તે જ બિસ્કિટ પોતાના કાર્યકરને આપ્યા હતા.

વીડિયો વાયરલ થતાં રાહુલ ગાંધીએ ખુલાસો કર્યો

ભાજપે આવો દાવો કરતો એક વીડિયો શેર કર્યો હતો, જે વાયરલ થયો હતો. હવે આ મામલે રાહુલ ગાંધીએ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું, “મેં કૂતરા અને માલિકને બોલાવ્યા. કૂતરો નર્વસ હતો, ધ્રૂજતો હતો અને જ્યારે મેં તેને બિસ્કિટ ખવડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે કૂતરો ડરેલો હતો તેથી તેણે બિસ્કિટ ન ખાધું, તેથી મેં કૂતરાના માલિકને બિસ્કિટ આપ્યા અને કૂતરાએ તેના હાથમાંથી બિસ્કિટ ખાઈ લીધા. મને સમજાતું નથી કે ભાજપને સમસ્યા શું છે.”

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, ભારતીય જનતા પાર્ટી (BJP)એ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટીના એક કાર્યકર તરફ કૂતરાને આપેલું બિસ્કિટ પાસ કર્યું હતું. આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો હતો.

 

બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ વીડિયો શેર કરતા લખ્યું કે, “થોડા દિવસો પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના બૂથ એજન્ટોની સરખામણી કૂતરાઓ સાથે કરી હતી અને રાહુલ ગાંધી તેમની મુલાકાત દરમિયાન એક કૂતરાને બિસ્કિટ ખવડાવી રહ્યા હતા, પરંતુ કૂતરાએ એ બિસ્કિટ ન ખાતા તેમણે તે જ બિસ્કિટ તેમના કાર્યકરને આપ્યા. જો કોઈ પક્ષના પ્રમુખ અને ક્રાઉન પ્રિન્સ તેના પક્ષના કાર્યકરો સાથે કૂતરાઓની જેમ વર્તે છે, તો આવી પાર્ટીનું ગાયબ થવું સ્વાભાવિક છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં સ્કૂલ યુનિફોર્મ પર શું બોલ્યા શિક્ષણમંત્રી? જાણો કેવા આદેશ કર્યા?

Back to top button