અમદાવાદગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

લસણના ભાવ પ્રતિ કિલો 500ને પાર, ધરખમ વધારાનું શું છે કારણ?

Text To Speech
  • ડુંગળી પછી લસણે લોકોને રડાવ્યા
  • છેલ્લા 15 દિવસમાં લસણના ભાવ આસમાને

HD ન્યૂઝ ડેસ્ક, 6 ફેબ્રુઆરી: શિયાળાની ઋતુ હજી ચાલી રહી છે ત્યારે ભોજનમાં લસણ ઉમેરવામાં આવે તો તે ભોજનનો સ્વાદ ખુબજ બદલાઈ જાય છે. હરકોઈને આ સ્વાદ ખુબજ પસંદ આવતો હોય છે. પરંતુ અત્યારે સ્થિતિ કંઈક એવી છે કે સામાન્ય લોકો હવે લસણના સ્વાદ ચાખી શકે એવી સ્થિતીમાં નથી રહ્યા. કેમકે ડુંગળી બાદ હવે લસણના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ કોલકાતાથી અમદાવાદ સુધી એક કિલો લસણનો ભાવ 450થી 500 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

15 દિવસમાં લસણના ભાવ આસમાને

દેશમાં લસણના ભાવ છેલ્લા 15 દિવસમાં એકા-એક વધ્યા છે. આ સમયગાળા દરમિયાન 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા લસણની કિંમત 300 રૂપિયાથી વધીને 500 રૂપિયા થઈ ગઈ છે. માત્ર એક સપ્તાહ પહેલા તે 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું હતું. જો અહેવાલોનું માનીએ તો કોલકાતામાં 15 દિવસ પહેલા જે લસણ 200-220 રૂપિયામાં વેચાતું હતું તે હવે 500 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, એવું પશ્ચિમ બંગાળ વેન્ડર એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે.

અમદાવાદમાં પણ લસણના ભાવ આસમાને 

રિપોર્ટમાં એસોસિએશનના પ્રમુખ કમલ ડેને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે આ વર્ષે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અહીંના બજારોમાં મોટાભાગનો પુરવઠો બંગાળની બહારથી આવે છે અને તેનો મુખ્ય સ્ત્રોત નાસિક છે. માત્ર કોલકાતા જ નહીં, અમદાવાદમાં પણ લસણ 400-450 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. આ સિવાય દિલ્હી, યુપી અને હિમાચલ પ્રદેશમાં લસણના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

કેમ અચાનક લસણના ભાવ આસમાને પહોંચ્યા

બટાકા અને ડુંગળીના ભાવ ઘટવાને કારણે લસણની સમસ્યામાં વધારો થયો છે અને ધીમે ધીમે લસણ લોકોના રસોડામાંથી ગાયબ થઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે અનિયમિત હવામાનને કારણે રવિ પાકની લણણીમાં વિલંબ થયો છે, જેના કારણે લસણના ઉત્પાદન પર અસર પડી છે અને ઓછી આવકને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ભાવ આસમાને પહોંચતા બે શખ્સોએ લસણ ભરેલા 14 કોથળા ચોરી લીધા

Back to top button