પર્સ કે વૉલેટમાં રાખી હોય આ વસ્તુઓ, તો આજે જ કરો બહાર
- વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. જો તમે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા ઈચ્છતા હોય તો વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરો.
પર્સ સાથે રાખવું તે આપણી જરૂરિયાત હોય છે. આપણે હંમેશા પર્સ કે વૉલેટમાં એ સામાન પણ રાખીએ છીએ જેની આપણને જરૂર હોય છે. જોકે ઘણી વખત આપણે એ સામાન પણ રાખી દઈએ છીએ જે આપણા માટે નુકસાનદાયક હોય છે.
વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. જો તમે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા ઈચ્છતા હોય તો વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરો. આમ કરીને તમે જીવનને સુખી બનાવી શકો છો. પર્સ અંગે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, જો તમે પર્સમાં એવી કેટલીક વસ્તુઓ રાખી છે જે તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે, તો તેને તરત જ બહાર કાઢી નાખો.
ચાવી
મોટાભાગના લોકો ચાવી પોતાના પર્સમાં રાખે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, પર્સમાં ચાવી રાખવાથી આર્થિક નુકસાન થવાની સંભાવના વધી જાય છે અને આર્થિક તંગી વધે છે, તેથી ભૂલથી પણ ચાવી પર્સમાં ન રાખો.
તસવીર
વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ કોઈ દેવી દેવતા કે પોતાના મૃત પૂર્વજોના ફોટા પર્સમાં ન રાખવા જોઈએ, આમ કરવાથી તેમનું અપમાન થાય છે. તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. આ કારણે તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાની આવી શકે છે.
બિલ
ઘણા લોકો શોપિંગ કર્યા પછી બિલ પોતાના પર્સમાં રાખે છે. આમ કરવાથી તમને નફાની જગ્યાએ નુકસાન થઈ શકે છે, કારણ કે આ બિલ થોડા સમય પછી ફાટી જાય છે, જેના કારણે તે નકારાત્મકતાને આકર્ષે છે.
દવાઓ
વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં દવાઓ રાખવી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. આમ કરવાથી અચાનક આર્થિક નુકસાન થવાની શક્યતા છે. તેથી ભૂલથી પણ પર્સમાં દવા ન રાખો.
આ પણ વાંચોઃ શું હનીમૂનથી પાછી ફરેલી આયરાનું વજન વધી ગયું? ટ્રોલ થઈ, યુઝર્સે કહ્યું…