હવે નવા રુટ પર દોડશે ગ્રેટર નોઈડા પશ્ચિમ મેટ્રો, જાણો ક્યાં બનશે નવા 11 સ્ટેશન?
નોઈડા (ઉત્તર પ્રદેશ), 06 ફેબ્રુઆરી: નોઈડા મેટ્રો રેલ નિગમ (NMRC)એ નોઈડા એક્સટેંશનમાં પોતાનું નેટવર્કનો વિસ્તાર કરવા એક વિસ્તૃત પરિયોજના રિપોર્ટ (DPR)ને મંજૂરી આપી દીધી છે. હવે કેટલાક નવા રુટો પર પણ મેટ્રો દોડશે અને તેનો સીધો લાભ મુસાફરોને થવાનો છે. નોઈડા મેટ્રો રેલ નિગમ (NMRC)બોર્ડે આપેલી આ મંજૂરીને કારણે લાખો લોકોને ફાયદો થશે અને અવર જવરમાં સરળતા રહેશે. ક્ષેત્રમાં મેટ્રો રેલ કનેક્ટિવિટી અને બસ સેવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થાનિક લોકોએ ઘણીવાર પ્રદર્શોનો કર્યા હતા. નોઈડા સેક્ટર-51 સ્ટેશનથી નૉલેજ પાર્ક-વી (ગ્રેટર નોઈડા) સુધી એક્વા લાઈવ કોરિડોરના વિસ્તારની ડીપીઆરને હવે મંજૂરી મળી ગઈ છે. એનએમઆરસીના પ્રબંધ નિર્દેશક લોકેશ એમ.એ જણાવ્યું કે યોજનામાં 2991.60 કરોડના ખર્ચે 17.43 કિલોમીટર લાંબા માર્ગ પર 11 સ્ટેશન બનાવવામાં આવશે.
મુસાફરોને આવવા-જવામાં નહી પડે મુશ્કેલી
તેઓએ જણાવ્યું કે પરિયોજનાનું મહત્વ વર્તમાન પરિચાલન એક્વા લાઈનની સેક્ટર-61 સ્ટેશન પર ડીએમઆરસીની બ્લૂ લાઈનથી પ્રસ્તાવિત ઈંટર કનેક્ટિવિટીના કારણે છે અને જેનાથી નોઈડા, ગ્રેટર નોઈડા પશ્ચિમ ક્ષેત્ર અને ગ્રેટર નોઈડા ક્ષેત્રના યાત્રિકોને સીધી કનેક્ટિવિટીનો લાભ મળશે. તેઓએ કહ્યું કે, હવે ડીપીઆરને ઉત્તર પ્રદેશ સરકાર અને ભારત સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે. નોઈડા સેક્ટર-16 સ્ટેશન, એમએમઆરસીની એક્વા લાઈન અને દિલ્લી મેટ્રો રેલ કોર્પોરેશનની બ્લૂ લાઈન વચ્ચે ‘ઈંટરચેન્જ સ્ટેશન’ ના રુપમાં કામ કરશે.
જાણો આખા પ્રોજેક્ટની માહિતી
નવો રૂટ એક્વા લાઇનના સેક્ટર-51 મેટ્રો સ્ટેશનથી શરૂ થશે અને બ્લૂ લાઇનના સેક્ટર-61 મેટ્રો સ્ટેશન સુધી પહોંચશે. બ્લુ અને એક્વા લાઇન માટે એક સામાન્ય પ્લેટફોર્મ બનાવવામાં આવશે. નવા ડીપીઆરમાં મેટ્રો રૂટમાં 2 સ્ટેશન, 2.48 કિમી લંબાઈ અને રૂ. 794 કરોડનો ખર્ચ થશે. આ રૂટ પર મેટ્રો દોડાવવા માટે 2991 કરોડ 60 લાખ રૂપિયાનો ખર્ચ થશે. રૂટની લંબાઈમાં વધારો અને બે વધારાના સ્ટેશનોના નિર્માણને કારણે તેની કિંમત લગભગ 794 કરોડ રૂપિયા વધી છે. જો આ રૂટ પર મેટ્રો દોડશે તો શરૂઆતમાં લગભગ 1.25 લાખ રાઇડર્સ હશે. જે મેટ્રો રૂટ બનાવવામાં આવ્યો છે તે પહેલા કરતા અઢી કિલોમીટર લાંબો છે. અગાઉ તે 14.958 કિલોમીટરનો રુટ હતો. આ સાથે જ દિલ્હી જવા માટે સેક્ટર-51 સ્ટેશન પર ઉતરીને ચાલવાની જરૂર નહીં પડે, હવે તમે સેક્ટર-61થી ઉતર્યા વગર દિલ્હી તરફ જઈ શકશો.
આ છે નવા 11 મેટ્રો સ્ટેશન
- સેક્ટર-61 સ્ટેશન
- સેક્ટર-70 સ્ટેશન
- સેક્ટર-122 સ્ટેશન
- સેક્ટર-123 સ્ટેશન
- સેક્ટર-4 ગ્રેટર નોઈડા
- સેક્ટર-12 ઈકોટેક
- સેક્ટર-2 ગ્રેટર નોઈડા
- સેક્ટર-3 ગ્રેટર નોઈડા
- સેક્ટર-10 ગ્રેટર નોઈડા
- સેક્ટર-12 ગ્રેટર નોઈડા
- નોલેજ પાર્ક-5 ગ્રેટર નોઈડા
આ પણ વાંચો: દિલ્હી મેટ્રોમાં ઠેરઠેર બ્લૂ ઢિંગલીનું ચિત્ર કેમ છે? જાણો તેની રસપ્રદ કહાની