ટ્રેન્ડિંગમનોરંજન

‘ફાઈટર’ ફિલ્મના એક્ટર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણને મળી લીગલ નોટિસ, જાણો કારણ

  • એક્ટર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની બે સપ્તાહ પહેલા રીલીઝ થયેલ ફિલ્મ ‘ફાઈટર’ના મેકર્સની મુશ્કેલી વધી
  • ‘ફાઈટર’ હવે કાનૂની દાવ પેંચમાં ફસાઈ, ફિલ્મમેકર્સની સાથે-સાથે એક્ટર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણને પણ મળી લીગલ નોટિસ

મુંબઈ, 6 ફેબ્રુઆરી: ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની જોડી ‘ફાઈટર’ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થતાની સાથે જ છવાઈ ગઈ છે. ફિલ્મ જોવા માટે ઘણા લોકો સિનેમા ઘરોમાં જઈ રહ્યા છે. આ ફિલ્મમાં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ બંને એરફોર્સના ડ્રેસમાં જોવા મળ્યા છે. બંને પર આ વર્ધી ખૂબ જ સારી લાગી રહી છે. પરંતુ આ વર્દીના એક સિનને લઈને એક વિવાદ શરુ થયો છે. વિવાદમાં વાયુસેના અધિકારીઓએ ફાઈટર્સ મેકરની સાથે ઋતિક રોશન અને દીપિકા પાદુકોણને લીગલ નોટિસ મળી છે. ફિલ્મમાં ઋતિક રોશન અને દીપિકા બંને વાયુસેનાના યુનિફૉર્મમાં રોમેન્ટિક જોવા મળ્યા છે. જેના કારણે વિવાદ સર્જાયો છે.

શું છે સમગ્ર મામલો ?

ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ સાથે જ ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદને વાયુસેના અધિકારીએ લીગલ નોટિસ મોકલી છે. ફિલ્મ ફાઈટરમાં કથિત કિસિંગ સીનને લઈ આ નોટિસ મોકલવામાં આવી છે. વાયુસેના અધિકારીનું કહેવું છે કે કિસિંગ સીન ભારતીય વાયુસેનાની ગરીમાને ઠેસ પહોંચાડે છે. આ સીન વાયુસેનાની વર્દી સાથે ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે. જેના કારણે વાયુસેના અધિકારીને વધારે વાંધો છે. વિંગ કમાંડર સૌમ્ય દીપ દાસ ઑફિસર્સ મેસ, વાયુ સેના સ્ટેશન, તેજપુર, અસમથી પોસ્ટેડ છે. જેઓએ મેકર્સ અને એક્ટરો સામે લીગલ નોટિસ મોકલી છે.

fighter kissing scene

જોવા મળશે એરિયલ એક્શન

દેશમાં એરિયલ એક્શનનો આ પ્રથમ પ્રયાસ છે. આ પહેલી ફિલ્મ છે. જેમાં દમદાર એરિયલ એક્શન જોવા મળી છે. માર્ફ્લિક્સ પિક્ચર્સના સહયોગથી વાયાકૉમ 18 સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, ફાઈટર સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. જેમાં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર લીડ રોલમાં જોવા મળી રહ્યા છે.

કમાલની કમાણી કરી રહી છે ફિલ્મ ‘ફાઈટર’

આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલીઝ થતાની સાથે જ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. ફિલ્મમાં એક્શન, ફાઈટર સીન અને વીએફએક્સ પણ શાનદાર છે. જેની લોકો ખૂબ જ પ્રસંશા કરી રહ્યા છે. ફિલ્મની કમાણી પણ ખૂબ જ થઈ રહી છે. ફિલ્મે બંપર કમાણીથી પણ આગળ નવા રેકોર્ડ બનાવી દીધા છે. આ ફિલ્મ આ વર્ષની પહેલી બ્લોક બસ્ટર ફિલ્મ છે. રિલીઝના બે સપ્તાહમાં જ આ ફિલ્મથી સારી એવી કમાણી થઈ રહી છે.

આ પણ વાંચો: All India Rankનું ટ્રેલર રિલીઝ, ’12 ફેલ’ પછી IIT ફિલ્મ મચાવશે ધૂમ

Back to top button