ગુજરાત

ગુજરાતમાં ફરી એકવાર શ્વાનનો આતંક, 4 વર્ષની બાળકીનો લીધો ભોગ

Text To Speech
  • કેટલાક દિવસોથી સતત શહેરમાં રખડતાં શ્વાનનો આતંક વધી રહ્યો છે
  • પાંડેસરા વિસ્તારમાં વધુ એક બાળકી પર શ્વાન હુમલો કરીને ઉઠાવી ગયું
  • ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની વાડીમાંથી બાળકી મળી આવી

ગુજરાતમાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળ્યો છે. જેમાં સુરતમાં શ્વાને 4 વર્ષની બાળકીનો ભોગ લીધો છે. શહેરના પાંડેસરામાં સિદ્ધાર્થ નગર નજીક બનાવ બન્યો છે. બાળકી ઘર નજીક રમતા રમતા ગુમ થઈ હતી. તથા ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની વાડીમાંથી બાળકી મળી આવી હતી.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે, મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં આપશે હાજરી 

પાંડેસરા વિસ્તારમાં વધુ એક બાળકી પર શ્વાન હુમલો કરીને ઉઠાવી ગયું

પાંડેસરા વિસ્તારમાં વધુ એક બાળકી પર શ્વાન હુમલો કરીને ઉઠાવી ગયું હતું. ગુમ થઈ ગયેલી બાળકીને પરિવાર શોધખોળ કરતા ઝાડી ઝંખરામાંથી બાળકી ગંભીર હાલતમાં મળી આવી હતી. જે પછી સિવિલ હોસ્પિટલ ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ ઘટના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં કાળુભાઇ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, ત્રણ દીકરા અને એક દીકરી હતી. મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 4 વર્ષની દીકરી સાંજે ઘર બહાર રમતા રમતા ગુમ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં પાણીકાપ, આ વિસ્તારના લોકો ખાસ ધ્યાન રાખજો

કેટલાક દિવસોથી સતત શહેરમાં રખડતાં શ્વાનનો આતંક વધી રહ્યો છે

પરિવારે તાત્કાલિક કામ પર ગયેલા પિતાને બોલાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા એકની એક દીકરી શોધખોળ દરમિયાન નજીકમાં આવેલી એક વાડીમાં ઝાડી ઝાંખરામાંથી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. તેમજ તાત્કાલિક બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. કેટલાક દિવસોથી સતત શહેરમાં રખડતાં શ્વાનનો આતંક વધી રહ્યો છે.

Back to top button