ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં પાણીકાપ, આ વિસ્તારના લોકો ખાસ ધ્યાન રાખજો

Text To Speech
  • સોલાર પ્લાન્ટની કામગીરીને કારણે પાણીકાપની સ્થિતિ
  • અમદાવાદના દરેક સેન્ટર પર 2000 કિલો વોટના પ્લાન્ટ લગાવાશે
  • પશ્ચિમ ઝોનમાં 13 ફેબ્રુઆરીએ પાણી કાપની સ્થિતિ રહેશે

અમદાવાદના વિસ્તારમાં આગામી દિવસોમાં પાણીકાપ રહેશે. જેમાં ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 7 ફેબ્રુઆરી પાણીકાપ છે. તેમજ પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ ઝોનમાં 8 ફેબ્રુઆરી પાણીકાપ છે. ઉત્તર, માધ્ય, પૂર્વ,પશ્ચિમ ઝોનમાં 13 ફેબ્રુઆરીએ પાણીકાપ રહેશે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત વિદેશમાં રહેતાં ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુનો આંકડો જાણી રહેશો દંગ 

સોલાર પ્લાન્ટની કામગીરીને કારણે પાણીકાપની સ્થિતિ

છેલ્લા થોડાં દિવસોથી વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો પર લગાવશે સોલાર પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે. જેમાં સોલાર પ્લાન્ટની કામગીરીને કારણે પાણીકાપની સ્થિતિ શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળશે. આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદમાં આગામી સમયમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન માટે સોલર પ્લાન્ટને કાર્યરત કરવામાં આવી રહ્યા છે. જેમાં અમદાવાદના દરેક સેન્ટર પર 2000 કિલો વોટના પ્લાન્ટ લગાવાશે. આ સાથે જ રાસ્કા વોટર વર્કસમાં સોલાર પ્લાન્ટ લગાવાશે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે, મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં આપશે હાજરી 

પશ્ચિમ ઝોનમાં 13 ફેબ્રુઆરીએ પાણી કાપની સ્થિતિ રહેશે

આ માટે રાસ્કા વોટર વર્કસથી દક્ષિણ ઝોનમાં 9 ફેબ્રુઆરીએ પાણીકાપ રહેશે. જેના કારણે શહેરના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જ્યારે જાસપુર વોટર વર્ક્સમાં લગાવાશે સોલાર પ્લાન્ટ અને તેના કારણે શહેરના ઉત્તર – પશ્ચિમ, દક્ષિણ – પશ્ચિમ ઝોનમાં 7 ફેબ્રુઆરી પાણીકાપની મુશ્કેલી જોવા મળશે. આ ઉપરાંત શહેરના કોતરપુર વોટર વર્કસમાં પણ સોલર પ્લાન્ટ લગાવાશે. જેના કારણે પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ ઝોનમાં 8 ફેબ્રુઆરીએ પાણી કાપની સ્થિતિ જોવા મળશે. જેની સાથે જ કોતરપુર વોટર વર્કસમાં સોલાર પ્લાન્ટ લગાવાશે. ઉત્તર, માધ્ય, પૂર્વ, પશ્ચિમ ઝોનમાં 13 ફેબ્રુઆરીએ પાણી કાપની સ્થિતિ રહેશે.

Back to top button