ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પન્નુની હત્યાના ષડયંત્ર કેસમાં USને આંચકો, ચેક રિપબ્લિક હજુ નિખિલ ગુપ્તાને નહીં સોંપે

  • કેસ ચેક રિપબ્લિકની અદાલતમાં પહોંચતા નિખિલ ગુપ્તાના US પ્રત્યાર્પણને સસ્પેન્ડ કરવામાં આવ્યું

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કથિત કાવતરામાં અમેરિકાને મોટો આંચકો લાગ્યો છે. ચેક રિપબ્લિકે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણની કાર્યવાહીને સ્થગિત કરી દીધી છે. અમેરિકાએ નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાના નિષ્ફળ પ્રયાસમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. નિખિલ ગુપ્તા હાલમાં ચેક રિપબ્લિકની જેલમાં કેદ છે અને યુ.એસ. ઘણા મહિનાઓથી તેના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે.

ચેક બંધારણીય અદાલત તે દેશની ન્યાયિક વ્યવસ્થામાં સર્વોચ્ચ અદાલત છે. તેનો અર્થ એ કે ચેકની બંધારણીય અદાલત ત્યાંની સર્વોચ્ચ અદાલત છે. ખાસ વાત એ છે કે, આ કોર્ટના નિર્ણય સામે કોઈ અપીલ કરી શકાશે નહીં.

પ્રત્યાર્પણની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, નિખિલ ગુપ્તાએ અમેરિકામાં તેના પ્રત્યાર્પણને રોકવા માટે ચેક રિપબ્લિકની બંધારણીય અદાલતનો સંપર્ક કર્યો હતો. જેના પર ચેક ન્યાય મંત્રાલયના પ્રવક્તા વ્લાદિમીર રેપ્કાએ જણાવ્યું હતું કે, “હું આ માહિતીની પુષ્ટિ કરું છું. જ્યાં સુધી બંધારણીય અદાલત બંધારણીય ફરિયાદ પર નિર્ણય ન લે ત્યાં સુધી પ્રત્યાર્પણની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે,”

કોર્ટના નિર્ણય સામે કોઈ અપીલ કરી શકશે નહીં !

ગયા મહિને ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની હાઈકોર્ટે નિખિલ ગુપ્તાના અમેરિકા પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી હતી. આ પછી નિખિલ ગુપ્તાએ હાઈકોર્ટના નિર્ણય સામે બંધારણીય અદાલતનો સંપર્ક કર્યો હતો. ચેક રિપબ્લિક અદાલત, તે દેશની ન્યાયિક વ્યવસ્થામાં સર્વોચ્ચ અદાલત છે. તેનો અર્થ એ કે ચેકની બંધારણીય અદાલત ત્યાંની સર્વોચ્ચ અદાલત છે. ખાસ વાત એ છે કે, આ કોર્ટના નિર્ણય સામે કોઈ અપીલ કરી શકશે નહીં.

અમેરિકા અને ચેક રિપબ્લિક વચ્ચે પ્રત્યાર્પણ સંધિ

અમેરિકા અને ચેક રિપબ્લિક વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે જેના હેઠળ અમેરિકા નિખિલ ગુપ્તાને પોતાના દેશમાં લઈ જવા માંગે છે. અમેરિકાનું કહેવું છે કે, નિખિલ ગુપ્તા કથિત રીતે ભારતીય અધિકારીના કહેવા પર હત્યાની યોજના બનાવી રહ્યો હતો. યુએસના કહેવા પર, નિખિલને ગયા વર્ષે 30 જૂને પ્રાગ પહોંચ્યા પછી તરત જ ચેક સત્તાવાળાઓએ તેની અટકાયત કરી હતી.

ચેક મીડિયા અનુસાર, નિખિલ ગુપ્તાના વકીલે ગયા મહિને કહ્યું હતું કે, તેઓ બંધારણીય અદાલતમાં અપીલ દાખલ કરવા જઈ રહ્યા છે. તેઓ ન્યાય પ્રધાનને નિખિલ ગુપ્તાને યુએસ પ્રત્યાર્પણ ન કરવા પણ કહેશે. નિખિલ ગુપ્તાએ ચેક સત્તાવાળાઓ પર ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. હવે ચેક સુપ્રીમ કોર્ટ પણ આ આરોપો પર ધ્યાન આપશે. જો બંધારણીય અદાલત પણ નિર્ણય કરે છે કે નિખિલ ગુપ્તાને પ્રત્યાર્પણ કરવું જોઈએ, તો અંતિમ નિર્ણય ન્યાય પ્રધાનનો રહેશે. પરંતુ જો આ કોર્ટ સ્ટે આપે છે તો નિખિલનું અમેરિકા પ્રત્યાર્પણ શક્ય નહીં બને.

આ પણ જુઓ: ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત વિદેશમાં રહેતાં ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુનો આંકડો જાણી રહેશો દંગ

Back to top button