ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, આ યોજનામાં બાકી હપ્તા પર 90 દિવસ સુધી પેનલ્ટી માફ

Text To Speech

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. ગુરુ પૂર્ણિમાના અવસર પર સીએમ દ્વારા આજથી 90 દિવસ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં 100ટકા પેનલ્ટી માફ કરવાનો નિર્ણય લેવાયો છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

આ નિર્ણય અનુસાર રાજ્યમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની જૂની યોજનાઓમાં તા.૦1/૦7/2022ની સ્થિતિએ બાકી હપ્તા પર 70 દિવસ સુધી 100 ટકા પેનલ્ટી પેટે અંદાજે રૂ. 768.92 કરોડની માફી આપવામાં આવશે

90 દિવસ માટે 100 ટકા પેનલ્ટી કરાઈ માફ

જે લાભાર્થી દ્વારા યોજના અમલમાં આવ્યાથી 90 દિવસમાં બોર્ડની બાકી રહેતી હપ્તાની રકમ ભરપાઇ કરવામાં આવે તો બાકી રહેતી હપ્તાની રકમ ઉપર 100 ટકા પેનલ્ટી માફી આપવામાં આવશે. આ રાહત પેકેજ યોજનામાં જોડાવાથી 64,992જેટલા બાકી લાભાર્થીઓને મકાન માલિકીના હક્ક પ્રાપ્ત થઇ શકશે

Gujarat Housing Board colonies redevelopment Bill will be presented budget  session – GSTV

100 ટકા પેનલ્ટી કરાઈ માફ 

90 દિવસની સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનાર લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8 ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે.

લાભાર્થીઓને દસ્તાવેજ કરાવવા અંગે ગુજરાત હાઉસીંગ બોર્ડની વેબસાઇટ http://www.gujarathousingboard.gujarat.gov.in પર ફોર્મ ઉપલબ્ધ છે, તેમજ વેબસાઇટ પર આપેલ મોબાઇલ નંબરથી પણ પ્રજાજનોને માહિતી ઉપલબ્ધ થઇ શકશે

Back to top button