સઈ માંજરેકરને એક્ટ્રેસ પહેલા ઈન્વેસ્ટમેન્ટ બેંકર બનવું હતું!
- અભિનેતા અને ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરની પુત્રી સઈ માંજરેકરે બોલિવૂડ સ્ટાર સલમાનખાનની એક્શન-કોમેડી ફિલ્મ ‘દબંગ 3’ સાથે 2019 માં અભિનયની શરૂઆત કરી હતી
સલમાન ખાન અભિનીત ફિલ્મ ‘દબંગ 3’ થી બોલિવૂડમાં પદાર્પણ કરનાર અભિનેત્રી સઈ મહેશ માંજરેકરે તેના ઉછેર વિશે અને તેના સપનાઓ વિશે ખુલાસો કર્યો છે. અભિનયના ફિલ્ડમાં આવી તે પહેલા સઈ માંજેરકરને ઇન્વેસ્ટમેન્ટ બેંકર બનવાની ઈચ્છા હતી.
અભિનેતા અને ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકરની પુત્રી સઈ માંજરેકરે બોલિવૂડ સ્ટાર સલમાનખાનની એક્શન-કોમેડી ફિલ્મ ‘દબંગ 3’ સાથે 2019 માં અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ‘મેજર’ અને ‘સ્કંદા’ જેવી ફિલ્મો કરી છે. તે પોતાના પરિવાર અને બાળપણના સપનાઓની વાતોને શેર કરતા કહે છે કે તેના માતાપિતા દ્વારા તેનો ખૂબ જ સારો ઉછેર કરાયો હતો. તેમના પરિવારના મૂલ્યો ઘણાં ઉચ્ચ હતા.
સઈ કહે છે કે મારી માતા (મેધા માંજરેકર) નેચરોપેથી ડૉક્ટર છે. તેમણે મારો ખૂબ જ સરળ અને સુંદર ઉછેર કર્યો છે અને હું તેમનાથી ખૂબ જ ખુશ છું. તેમના માટે અભ્યાસ જ સર્વસ્વ હતું. મારી માતા ઈચ્છતી હતી કે હું અભિનયમાં આવતા પહેલા મારો અભ્યાસ પૂરો કરું, જોકે મેં હજુ સુધી મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું નથી. મારા પિતા સંપૂર્ણપણે કલાકાર છે. તેઓ કહે છે કે તમને જે ગમે છે, તે કરો. હું લાઈફના એક તબક્કે ઇન્વેસ્ટમેન્ટ બેંકર બનવા ઈચ્છતી હતી. તેથી, હું હંમેશા શાળામાં અને ટ્યુશનમાં રહેતી હતી. મારા માટે પારિવારિક મૂલ્યો ખૂબ જ મહત્ત્વના છે.
સઈ હવે તેની ફિલ્મ ‘કુછ ખટ્ટા હો જાયે’ની રીલીઝ માટે તૈયારી કરી રહી છે. તેમાં ગુરુ રંધાવા તેનો સહ-અભિનેતા છે. આ એક હળવી ફૂલ કોમેડી અને રોમેન્ટિક પ્રકારની ફિલ્મ છે.
આ પણ વાંચોઃ ચલો દિલ્હીઃ દેશની રાજધાનીમાં લાગશે પુસ્તકોનો મેળો, જાણો સમયપત્રક