હિમાચલમાં હિમવર્ષાને કારણે વીજળી-પાણીની સુવિધાઓ ઠપ્પ, 475 રસ્તાઓ બ્લોક
- હિમવર્ષાને લીધે 333 જેટલી વીજળી પુરવઠા યોજનાઓ અને 57 પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ
શિમલા (હિમાચલ પ્રદેશ), 5 ફેબ્રુઆરી: હિમાચલ પ્રદેશમાં પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 475 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ પ્રદેશમાં હિમવર્ષાને કારણે 333 જેટલી વીજળી પુરવઠા યોજનાઓ અને 57 પાણી પુરવઠા યોજનાઓ પણ ખોરવાઈ ગઈ હતી. જાહેર કરાયેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, હિમવર્ષાના કારણે ચંબામાં 56, કાંગડામાં 1, કિન્નૌરમાં 6, મંડીમાં 51 અને શિમલામાં 133 રસ્તાઓ બંધ થઈ ગયા છે.
#WATCH | Himachal Pradesh: Lahaul Spiti covered in a sheet of snow, as the area receives fresh snowfall. pic.twitter.com/fEivRoz7H0
— ANI (@ANI) February 5, 2024
जय पराशर ऋषि 🙏🏻💕#Mandi #HimachalPradesh pic.twitter.com/7DQIdAoIWZ
— Pol khol (@polkholsab) February 5, 2024
જિલ્લાના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા
શનિવારે, હિમવર્ષાને કારણે રાજ્યમાં 4 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 504 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને વીજળી-પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ હતી. આ દરમિયાન, જિલ્લાના ઊંચા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ હતી જેને કારણે લાહૌલ-સ્પીતિના નવ સ્ટેશનો પર હિમ સાફ કરવાની કામગીરી કરવામાં આવી હતી. લાહૌલ સ્પીતિ પોલીસે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર, શનિવારે જિલ્લાનું હવામાન અને રસ્તાની સ્થિતિ વિશે પોસ્ટ કરી હતી. નવ સ્ટેશનોએ 1-5 ફૂટ બરફની ઊંડાઈ નોંધાઈ અને રસ્તાની સ્થિતિ અંગે પણ વિગતો આપી. આ સ્ટેશનોમાં કીલોંગ, કાઝા, સુમડો, ઉદયપુર, ટીંડી, કોક્સર, સિસુ, ઉત્તર પોર્ટલ અને દક્ષિણ પોર્ટલનો સમાવેશ થાય છે.
#WATCH | Manali, Himachal Pradesh: Tourists enjoy snowfall at the Mall Road. pic.twitter.com/HoHx69VkAK
— ANI (@ANI) February 4, 2024
મુસાફરી કરતા પહેલા હવામાનની સ્થિતિનું મૂલ્યાંકન કરવા લોકોને પોલીસની વિનંતી
પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં નવા વર્ષથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જ્યારે ઉત્તર ભારતના અન્ય રાજ્યો ધુમ્મસમાં ઘેરાયેલા છે, ત્યારે હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશ પોલીસે, જોકે, લોકોને મુસાફરી શરૂ કરતા પહેલા હવામાનની સ્થિતિનું મૂલ્યાંકન કરવા વિનંતી કરી છે, જ્યારે જરૂરી હોય ત્યારે જ મુસાફરીની સલાહ આપી છે. આ પહેલા શુક્રવારે, હિમાચલ પ્રદેશના વિવિધ પ્રદેશોમાં ઓછામાં ઓછા 566 રસ્તાઓ ભારે હિમવર્ષાના કારણે લગભગ છ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત બંધ થયા હોવાના અહેવાલ છે. વધુમાં, રાજ્યમાં અંદાજે 700 વીજ પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ હતી.
આ પણ જુઓ: ચિલીમાં જંગલની આગ હજુ પણ બેકાબુ: મૃત્યુઆંક વધીને 99 થયો