ટોપ ન્યૂઝનેશનલ

શું ખરેખર મોદી સરકારે અશોક સ્તંભના સિંહની ડિઝાઈન બદલી? આરોપ અને સ્પષ્ટતા..

Text To Speech

વિપક્ષ અને સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમવારે અનાવરણ કરાયેલ રાષ્ટ્રીય પ્રતીકનો સિંહ ગર્જના કરી રહ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જ્યારે સારનાથના અશોક સ્તંભમાં સિંહ સંયમિત અને શાંત છે.

શેર પર મચા શોર 

સારનાથમાં જ મહાત્મા બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો અને મૌર્ય વંશના શાસકે અહીં આ સ્તંભની સ્થાપના કરી હતી. 26 જાન્યુઆરી 1950ના રોજ આ અશોક સ્તંભને ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યો હતો.

સોમવારે વડા પ્રધાન મોદીએ નવા સંસદ ભવનની છત પર 6.5-મીટર ઊંચા રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ કર્યું હતું. તેને બનાવવામાં 9,500 કિલો તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવી સંસદ ભવન આ વર્ષે ખુલવા જઈ રહ્યું છે.

રાષ્ટ્રીય પ્રતીકની નવી અને જૂની તસવીર શેર કરતી વખતે કેન્દ્રના સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ રહેલા જવાહર સરકારે લખ્યું, “મૂળ રાષ્ટ્રીય પ્રતીક ડાબી બાજુ છે, જે સુંદર અને આત્મવિશ્વાસ સાથે ગર્વથી ભરેલું છે. જમણી બાજુ મોદી વર્ઝન સાથેનું રાષ્ટ્ર ચિન્હ છે, જે સંસદની નવી ઇમારતની છત પર સ્થાપિત કરવામાં આવ્યું છે. આમાં સિંહ ગર્જના કરી રહ્યો છે અને બિનજરૂરી રીતે આક્રમક છે. શરમજનક! તેને તરત જ બદલો

સુપ્રીમ કોર્ટના વકીલ અને કાર્યકર્તા પ્રશાંત ભૂષણનું કહેવું છે કે મૂળ રાષ્ટ્રીય ચિહ્ન મહાત્મા ગાંધી સાથે છે જયારે નવું વર્ઝન મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દર્શાવે છે  પ્રશાંત ભૂષણે તેમના ટ્વિટમાં લખ્યું છે કે, “ગાંધીથી ગોડસે સુધી, આપણા રાષ્ટ્રીય પ્રતીકમાં ચાર સિંહો ગર્વ સાથે શાંતિથી બેઠા છે જ્યારે નવું રાષ્ટ્રીય પ્રતીક જે નવી સંસદની ઇમારતની છત પર લગાવવામાં આવ્યું છે. તેમાં સિંહો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. આ છે મોદીનું નવું ભારત!

જો કે, સરકારના પ્રવક્તાઓનું કહેવું છે કે રાષ્ટ્રીય પ્રતીકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેઓ કહે છે કે સેન્ટ્રલ વિસ્ટા હેઠળ બનેલી સંસદની નવી ઈમારત પર લગાવવામાં આવેલ રાષ્ટ્રીય પ્રતીક સારનાથના અશોક સ્તંભ કરતાં ચાર ગણું ઊંચું છે. તેઓ દલીલ કરે છે કે સૌંદર્યની જેમ ‘શાંતિ અને ક્રોધ’ લોકોની આંખોમાં છે.

Back to top button