ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલનો ઘડાકો ‘મને BJPમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું, મારી વિરુદ્ધ ષડયંત્ર છે’

Text To Speech

નવી દિલ્હી, 04 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે BJP પર મોટો આરોપ લગાવ્યો છે. AAP વડાએ કહ્યું છે કે તેમને ભાજપ તરફથી પાર્ટીમાં જોડાવાની ઓફર આપવામાં આવી રહી છે. આજે સવારે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચના(Crime Branch) અધિકારીઓની એક ટીમ ‘ધારાસભ્યોના ખરીદ વેચાણ નિવેદન મુદ્દે નોટિસ આપવા દિલ્હીના મંત્રી અને AAP નેતા આતિશીના ઘરે પહોંચી હતી. AAP નેતા આતિશીને 5 ફેબ્રુઆરીએ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

‘હું ભાજપમાં જોડાવાનો નથી’

કિરાડી, સેક્ટર-41 રોહિણીમાં શાળાની નવી ઇમારતોનો શિલાન્યાસ કરતી વખતે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) જણાવ્યું હતું કે, “ગરીબોમાં આશાનું એક નવું કિરણ જાગ્યું છે કે તેમના બાળકો સરકારી સ્તરે સારું શિક્ષણ મેળવી શકશે અને આ અમારા માટે મોટી વાત છે.”

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન સીએમ કેજરીવાલે ફરી એકવાર બીજેપી પર મોટો આરોપ લગાવ્યો અને કહ્યું, “મને બીજેપીમાં જોડાવા માટે કહેવામાં આવી રહ્યું છે, મારી વિરુદ્ધ ષડયંત્ર થઈ રહ્યું છે પરંતુ હું ઝૂકવાનો નથી.”

BJP પર આરોપ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે BJP પર આરોપ લગાવતા કહ્યું કે, ‘તેમને BJP તરફથી ઓફર મળી રહી છે.’ કેજરીવાલે કહ્યું, “તેઓ (ભાજપ) અમને ભાજપમાં જોડાવા માટે કહે છે. મેં કહ્યું કે હું ભાજપમાં નહીં જોડાઉં, અમે કંઈ ખોટું નથી કરી રહ્યા.”

અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) વધુમાં કહ્યું કે, “કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય બજેટનો માત્ર 4% જ શાળાઓ અને હોસ્પિટલો પર ખર્ચ કરે છે. જ્યારે દિલ્હી સરકાર દર વર્ષે તેના બજેટનો 40% શાળાઓ અને હોસ્પિટલો પાછળ ખર્ચે છે. આજે તમામ એજન્સીઓ અમારી પાછળ છે. મનીષ સિસોદિયાનો(Manish Sisodia) વાંક એ છે કે તેઓ સારી શાળાઓ બનાવી રહ્યા હતા. સત્યેન્દ્ર જૈનનો(Satyendra Jain) વાંક એ છે કે તેઓ સારી હોસ્પિટલ અને મોહલ્લા ક્લિનિક બનાવી રહ્યા હતા. જો મનીષ સિસોદિયા શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુધારણા માટે કામ કરી રહ્યા ન હોત તો તેમની ધરપકડ કરવામાં ન આવી હોત.”

આ પણ વાંચોઃ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

Back to top button