એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ પ્રવેશ આપનાર પ્રથમ સંસ્થા IIT-મદ્રાસ બનશે

  • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-મદ્રાસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-મદ્રાસ (IIT-મદ્રાસ) દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. દેશની ટોચની IIT તરીકે ઓળખાતી સંસ્થા એવી IIT-મદ્રાસ શૈક્ષણિક સત્ર 2024-25થી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ઉમેદવારોને પ્રવેશ આપશે. આ સંસ્થા આમ કરનારી દેશની પ્રથમ IIT સંસ્થા બનશે. IIT મદ્રાસે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળના તમામ અભ્યાસક્રમોમાં બે બેઠકો વધારવાની જાહેરાત કરી છે. અગાઉ અત્યાર સુધી દિલ્હી યુનિવર્સિટી અને કેટલીક મોટી સંસ્થાઓમાં સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા જ પ્રવેશ આપવામાં આવતો હતો.

અત્યાર સુધી, દેશભરની કોઈપણ સંસ્થામાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ પ્રવેશ આપવામાં આવતો ન હતો. IIT મદ્રાસ દ્વારા દરેક UG(Under Graduate) કોર્સમાં બે વધારાની બેઠકો બનાવવામાં આવશે અને ઉમેદવારોને સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ આ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે.

 

ઉમેદવારો પ્રવેશ કેવી રીતે મેળવી શકશે ?

સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ યુજી પ્રોગ્રામ્સ (અનુસ્નાતક) માં પ્રવેશ મેળવવા માટે, ઉમેદવારોએ JEE એડવાન્સ પરીક્ષામાં હાજર રહેવું પડશે. આ પછી, તમારા પ્રદર્શન અને રમત-ગમતમાં જીતેલા મેડલ વગેરેના આધારે સ્પોર્ટ્સ ક્વોટા માટે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જો કે, જોશા પોર્ટલ(Joint Seat Allocation Authority-JOSAA) દ્વારા સ્પોર્ટ્સ ક્વોટાની બેઠકો ઉપલબ્ધ થશે નહીં જે તમામ IITમાં પ્રવેશ માટે ઓનલાઈન સીટની ફાળવણી પૂરી પાડે છે. આ માટે, ‘સ્પોર્ટ્સ રેન્ક લિસ્ટ’ (SRL) તૈયાર કરવામાં આવશે અને અહીં તમને તમારા પ્રદર્શનના આધારે સીટ ફાળવવામાં આવશે.

IIT મદ્રાસના ડાયરેક્ટર પ્રોફેસર વી. કામકોટીએ આપેલા નિવેદન મુજબ, હવે IIT મદ્રાસમાં અભ્યાસની સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા ખેલાડીઓ પણ તૈયાર કરવામાં આવશે.

અત્યાર સુધીમાં કોઈ IIT સંસ્થા દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો નથી  

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી દિલ્હી યુનિવર્સિટી સહિત દેશની કેટલીક મોટી યુનિવર્સિટીઓમાં જ સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ એડમિશન આપવામાં આવતું હતું, પરંતુ હવે IIT મદ્રાસ દ્વારા પણ આ પહેલ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં વધુ સારું પ્રદર્શન કરીને તેમની કારકિર્દી સુધારી શકે તેમજ રમત-ગમતમાં પોતાની કારકિર્દીને યોગ્ય દિશા આપી શકે.

આ પણ જુઓ: JEE Mains 2024 Session 2 માટેની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

Back to top button