ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં અનામતનું રાજકારણઃ ભુજબળનો ધડાકો, મેં તો નવેમ્બરમાં જ રાજીનામું આપી દીધું હતું

મુંબઈ (મહારાષ્ટ્ર), 04 ફેબ્રુઆરી: મહારાષ્ટ્રમાં અજિત પવાર જૂથના મંત્રી છગન ભુજબળે ગયા વર્ષે 16 નવેમ્બરે મંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું. આ અંગેનો ખુલાસો તેમણે ખુદ કર્યો છે. ભુજબળે કહ્યું કે, OBC અનામતના કારણે તેમણે ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. અહેમદનગરના ઓબીસી એલ્ગાર પરિષદમાં છગન ભુજબળે પોતાના રાજીનામાની વાત કહી છે. ભુજબળે કહ્યું કે તેઓ છેલ્લા બે મહિનાથી મુખ્યમંત્રી શિંદે અને નાયબ મુખ્યમંત્રીના કારણે ચૂપ બેઠા હતા. મેં OBC અનામત માટે રાજીનામું આપ્યું છે. બધા મારા રાજીનામાની માંગ કરી રહ્યા હતા, તેથી મારે આમ કરવું પડ્યું હતું.

પોતાની જ સરકાર પર મોટો આરોપ

OBC નેતા છગન ભુજબળે 03 ફેબ્રુઆરીએ અહમદનગરમાં યોજાયેલી OBC અનામત બચાવ સમિતિની બેઠકમાં મોટો ખુલાસો કર્યો છે. ભુજબળે પોતાની સરકાર પર અન્ય પછાત વર્ગ (OBC) ક્વોટામાં મરાઠા સમુદાયને પાછલા બારણે આરક્ષણ આપવાનો આરોપ લગાવ્યો છે. ભુજબળે કહ્યું કે ગયા વર્ષે 16 નવેમ્બરે તેમણે OBC અનામતના મુદ્દે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. એક રેલીને સંબોધતા ભુજબળે પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ મરાઠા સમુદાયને અનામત આપવાની વિરુદ્ધમાં નથી, પરંતુ હાલના OBC ક્વોટાને વહેંચવાની વિરુદ્ધ છે.

સરકાર વિરુદ્ધ ટિપ્પણી એટલે રાજીનામું: ભુજબળ

OBC નેતા છગન ભુજબળે કહ્યું કે, વિપક્ષ સહિત સરકારમાં સામેલ ઘણા નેતાઓ ઈચ્છતા હતા કે, હું મંત્રી પદ પરથી રાજીનામું આપી દઉં. જો તમે કોઈ પણ બાબતે સંમત નથી તો તમારે રાજીનામું આપવું જોઈએ. તમે સરકારમાં પણ રહો છો તો તમે સરકાર વિરુદ્ધ ટિપ્પણી કરો છો તો રાજીનામું આપી દેવું જોઈએ. થોડાક દિવસ પહેલાં જ એક વ્યક્તિએ બડબડાટ કર્યો કે ભુજબળની કમરમાં લાત મારીને મંત્રીમંડળમાંથી બહાર ફેંકી દો. ખુલાસો કરતાં છગન ભુજબળે કહ્યું કે 17 નવેમ્બરે જાલનાના આબાદમાં OBCની પ્રથમ એલ્ગાર પરિષદ યોજાઈ હતી, તેના એક દિવસ પહેલા એટલે કે 16 નવેમ્બરે મેં રાજીનામું આપી દીધું છે. મને લાત મારવાની કોઈ જરૂર નથી. હું અઢી મહિના સુધી શાંત રહ્યો છું. હું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે થયેલી વાતચીતનો અહીં ઉલ્લેખ નહીં કરું. હું વિપક્ષ તેમજ સરકાર અને મારા પક્ષના લોકોને કહેવા માંગુ છું કે મેં રાજીનામું આપ્યું છે અને હું અંત સુધી OBC માટે લડતો રહીશ.

આ પણ વાંચો: મરાઠા આરક્ષણ આંદોલન: મનોજ જરંગે પાટીલ CMના હસ્તે કરશે પારણાં

Back to top button