જામનગરમાં ચાલુ બસે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, હાઇ-વેના ડિવાઈડર સાથે બસ અથડાઈ
- કાલાવડના ખંઢેરા ગામ પાસે ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો
- તાત્કાલિક ડ્રાઈવરને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
- અમદાવાદના મણીનગરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત
જામનગરમાં ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં હાઇ-વેના ડિવાઈડર સાથે બસ અથડાઈ હતી. કાલાવાડના ખંઢેરા ગામ પાસે ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં ડ્રાઈવરને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરત પોલીસ કમિશનરનો ચાર્જ કોઈને સોંપાયો નથી, જાણો કેમ
સદનસીબે કોઈ જાનહાનિ ઘટી ન હતી
કાલાવડના ખંઢેરા ગામ પાસે ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યાં હતા. ડ્રાઈવરને ચાલુ બસે એટેક આવતાં હાઇ-વે પરના ડિવાઈડર સાથે બસ અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ ઘટી ન હતી. તાત્કાલિક ડ્રાઈવરને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં નશીલા પદાર્થોની ભરમાર, 2 વર્ષમાં 40 કરોડનો જથ્થો ઝડપાયો
અમદાવાદના મણીનગરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત
તાજેતરમાં જ અમદાવાદના મણીનગરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદમાં હાર્ટએેટેકથી મોત થયાની ઘટના CCTVમાં કેદ થઈ હતી. એક આધેડ કામથી બહાર ગયા હતાં તે સમયે એટેકની ઘટના બની હતી. મણિનગરમાં રહેતાં આધેડ તેમની ગાડીનું કામ કરાવવાં ગયેલ હતા ત્યારે તેમને હાર્ટએટેક આવ્યો હતો. મણિનગરમાં રહેતાં આધેડ તેમની ગાડીનું કામ કરીને બીલ બનાવવા બેસ્યાં હતાં તે દરમિયાન હાર્ટએટેક આવ્યો હતો. હાર્ટએટેક એટેક આવતાં યુવકનું થયું મોત નીપજ્યું હતું. નગીનભાઈ પ્રજાપતિ નામના યુવકનું હાર્ટ-એટેક આવતાં મોત થયું હતું. આ હાર્ટએટેકની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.