ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આસામ: હેરોઈન ઝડપાયું, એકની ધરપકડ, જાણો વધુ વિગતો

Text To Speech
  • પોલીસે કરીમગંજ જિલ્લામાં 700 ગ્રામ વજનના હેરોઈનના 55 સાબુના કેસો જપ્ત કર્યા
  • મિઝોરમના ચંફઈના ક્રિસ્ટોફર ઝોચુઆના તરીકે ઓળખાતા ડ્રગ પેડલરની પણ ધરપકડ

કરીમગંજ (આસામ), 3 ફેબ્રુઆરી: આસામ પોલીસે શનિવારે કરીમગંજ જિલ્લામાં એક વાહનમાંથી 700 ગ્રામ હેરોઈન મેળવી અને જપ્ત કર્યું હતું. પોલીસે કરીમગંજમાંથી હેરોઈનના જથ્થા સાથે એક વાહન ચાલક ડ્રગ પેડલરની પણ ધરપકડ કરી હતી. કરીમગંજના પોલીસ અધિક્ષક પાર્થ પ્રતિમ દાસે કહ્યું હતું કે, “અમે ચારગોલા વિસ્તારમાં એક વાહનને અટકાવ્યું હતું. જેના સર્ચ દરમિયાન, અમે લગભગ 700 ગ્રામ વજનના હેરોઈનના 55 સાબુના કેસો જપ્ત કર્યા હતા. અમે મિઝોરમના ચંફઈના ક્રિસ્ટોફર ઝોચુઆના તરીકે ઓળખાતા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. આગળની તપાસ ચાલુ છે”

SP દાસ દ્વારા શું જણાવવામાં આવ્યું ?

SP દાસ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલા વાહનના ડ્રાઈવરની ઓળખ મિઝોરમના ચંફઈના રહેવાસી ક્રિસ્ટોફર ઝોચુઆના તરીકે થઈ છે. હેરોઈનની રિકવરી બાદ પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શનિવારે કરીમગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચારગોલા વિસ્તારમાં “વિશિષ્ટ ઇનપુટ”ને પગલે કરીમગંજ પોલીસે એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન શરૂ કર્યું હતું. હાલ આગળની વધુ તપાસ ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું.

આ પણ જુઓ: ચિલીમાં જંગલની વિકરાળ આગ ૪૬ને ભરખી ગઈ

Back to top button