બનાસકાંઠા : ડીસા માં ઈ-લોકાર્પણ કાર્યક્રમ 10 મી યોજાશે
- વડાપ્રધાન દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે
- ડીસા ના એરપોર્ટ ખાતે કાર્યક્રમ યોજાશે
પાલનપુર 3 ફેબ્રુઆરી 2024 : ડીસા ના એરપોર્ટ ખાતે બનાસકાંઠા જિલ્લા ના લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાને ખુલ્લી મુકવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ લોકાપર્ણ કરશે અને મુખ્ય મંત્રી આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેશે.
બનાસકાંઠા ના ડીસા ખાતે આગામી 10 ફેબ્રુઆરી એ પ્રધાન મંત્રી આવાસ યોજનાના લોકાર્પણ નો કાર્યક્રમ યોજનાર છે. આ કાર્યક્રમ માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઈ લોકાર્પણ કરી લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. અને લાભાર્થીઓ ને સાંભળશે ત્યારે આ કાર્યક્રમ ડીસા ના એરપોર્ટ ખાતે યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સહિત મંત્રીઓ અને રાજકિય નેતાઓ ઉપસ્થિત રહેશે. ત્યારે આ કાર્યક્રમ માં વધુ ને વધુ લાભાર્થીઓ ઉપસ્થિત રહે તે માટે જિલ્લા ભાજપ દ્વારા પ્રચાર – પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તો ભાજપ ના નેતાઓ અને અધિકારીઓ ની ટીમ શનિવારે એરપોર્ટ પર પહોંચી કાર્યક્રમ ના સ્થળ નું નિરીક્ષણ કર્યું હતું. સાંસદ પરબત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ધારાસભ્ય માવજી દેસાઈ, અનિકેત ઠાકર, મગનલાલ માળી સહીત નાયબ કલેકટર નેહા પંચાલ, મામલતદાર ડીસા શહેર અને ગ્રામ્ય તેમજ અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા ગ્રામ્ય મામલતદારની ટીમે ગેરકાયદેસર રેતી ખનન ઝડપ્યું