ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હેમંત સોરેનને ઝારખંડ વિધાનસભામાં વિશ્વાસ મતમાં ભાગ લેવાની કોર્ટે મંજૂરી આપી 

Text To Speech

રાંચી, 03 ફેબ્રુઆરી : રાંચીની વિશેષ અદાલતે આજે શનિવારે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને 5 ફેબ્રુઆરીએ રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ મતમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા બુધવારે હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. તેથી તેણે વિશેષ PMLA (પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં હેમંતે ચંપાઈ સોરેનની આગેવાની હેઠળની નવી સરકારના વિશ્વાસ મતમાં ભાગ લેવાની પરવાનગી માંગી હતી. શુક્રવારે કોર્ટે સોરેનને પાંચ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. સોરેને કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેઓ વિધાનસભાના સભ્ય છે અને તેને વિશેષ સત્રમાં ભાગ લેવાનો અધિકાર છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “અરજીકર્તા (હેમંત સોરેન) આ અરજી દાખલ કરીને કોર્ટને અનુરોધ કરે છે કે તેને ઝારખંડ વિધાનસભાના વિશેષ સત્રમાં ભાગ લેવા અને 5 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે યોજાનારી વિશ્વાસ મતની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.

સોરેનની ધરપકડ બાદ ચંપાઈ સોરેન સીએમ બન્યા હતા

ચંપાઈ સોરેનની આગેવાની હેઠળની નવી સરકારે 5 ફેબ્રુઆરીએ ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે વિશ્વાસ મત જીતવો પડશે. હેમંત સોરેનની ધરપકડ બાદ ચંપાઈએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે.

એડવોકેટ જનરલ રાજીવ રંજને જણાવ્યું હતું કે આ અરજી પર ઈડીએ સખત વાંધો વ્યક્ત કર્યો હતો. તેથી અમે કહ્યું કે મામલો હવે પ્રકાશમાં આવ્યો છે અને EDનો ઉદ્દેશ્ય કોઈ તપાસ કરવાનો નથી, પરંતુ નવી સરકારની રચનામાં અવરોધ ઉભો કરવાનો અને સરકારને ઉથલાવી પાડવાનો છે. તેમજ, જ્યારે તે (હેમંત) તપાસમાં દખલ નથી કરી રહ્યા તો ગૃહની કાર્યવાહીમાં તેમની ભાગીદારી સામે વાંધો ઉઠાવવાનો કોઈ અર્થ નથી. કોર્ટે અમારી અરજી સ્વીકારી છે.

આ પણ વાંચો : ભસી શકે એવા કાર્યકરને બૂથ સોંપવું જોઈએઃ મલ્લિકાર્જુન ખરગેએ ભાંગરો વાટ્યો

Back to top button