ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તોને કેટલી સહાય મળી?

Text To Speech

ગાંધીનગર, 3 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં 2023ના જૂન મહિનામાં બિપરજોય વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો.રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જુલાઈ મહિનામાં બે જિલ્લાઓ માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું. તેમણે વાવાઝોડાથી સૌથી વધુ અસર પામેલા કચ્છ અને બનાસકાંઠા માટે 240 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છ, બનાસકાઠાં ઉપરાંત ઘણા જિલ્લાઓમાં ખેતી પાકોથી લઈ મકાનો, ઢોર-ઢાંખરને પણ નુકસાન થયું હતું. ત્યારે બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાનમાં ચૂકવાયેલી રાહતનો મુદ્દો વિધાનસભાના બજેટ સત્રમાં ગાજ્યો હતો.

કોંગ્રેસના કાંકરેજના ધારાસભ્યએ સવાલ કર્યો
કોંગ્રેસના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં સરકારને સવાલ કર્યો હતો કે, 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ બનાસકાંઠા જિલ્લામાં તાલુકાવાર બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત નુકશાન સહાય મેળવવા કેટલી અરજીઓ મળી,તાલુકાવાર કેટલી અરજીઓ મંજૂર કરી કેટલી રકમની સહાય ચૂકવવામાં આવી, તાલુકાવાર કેટલી અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તાલુકાવાર કેટલી અરજીઓ પડતર છે, તેનો નિકાલ કરવા કઈ કાર્યવાહી હાથ ધરી છે?

સરકારે ધારાસભ્યના સવાલનો લેખિતમાં જવાબ આપ્યો
સરકારે વિધાનસભામાં લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે, સુઈગામ તાલુકામાં 33.88 લાખની સહાય ચૂકવવામાં આવી છે અને 536 અરજીઓ નામંજૂર કરાઈ છે. તે ઉપરાંત થરાદમાં 274 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. દાંતામાં 171, ભાભરમાં 304 અરજીઓ નામંજૂર થઈ છે. ડીસા તાલુકામાં 02 અરજીઓ અને વાવ તાલુકામાં 96 અરજીઓ પડતર છે. ડીસા તાલુકાની 02 અરજીઓ અંગેની કાર્યવાહી આખરી તબક્કામાં છે. જ્યારે વાવ તાલુકાની 96 અરજીઓ અંગે તાલુકા વિકાસ અધિકારી, વાવ કક્ષાએથી તાત્કાલિક દરખાસ્ત મેળવી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃબનાસકાંઠા : ડીસામાં ટેક્સી અને રીક્ષા ચાલકોની આંખોની તપાસ કરી નિદાન કરાયું

Back to top button