અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં તાજેતરમાં જ યોજાયેલ વાઈબ્રન્ટ સમિટમાં સ્ટાર્ટઅપને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલ ટ્રેડ શોમાં પણ સ્ટાર્ટઅપનું પ્રદર્શન વઘુ આકર્ષિત બન્યું હતું. ત્યારે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.ગઈ કાલે રજૂ થયેલા બજેટમાં સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં ગત વર્ષે 3291 નવા સ્ટાર્ટઅપ થકી 48,138 યુવાનોને અપાઈ રોજગારી અપાઈ છે.
ડિજિટલ ઇન્ડિયા જેવી વિવિધ પહેલને વેગ મળ્યો
મુખ્યમંત્રીએ અમદાવાદની YMCA ક્લબમાં ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.તેમણે વિવિધ સ્ટાર્ટઅપ્સના સ્ટોલ્સની મુલાકાત લઈ ખૂબ જ રસપૂર્વક દરેક સ્ટાર્ટઅપ વિશે માહિતી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી વિવિધ પહેલને વેગ મળ્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્ટાર્ટઅપના કારણે નોકરી શોધતા યુવાનો પણ આજે નોકરી આપતા થઈ ગયા છે.
યુવાઓના સ્કિલ પાવરને પ્રાથમિકતા આપવામાં આવી
ગુજરાતને ગ્લોબલ બનાવવામાં મહત્વપૂર્ણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ પ્રકારના આયોજનના પરિણામે ગુજરાતના યુવાઓ સ્ટાર્ટઅપ દ્વારા ‘Job Giver’ બન્યા છે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, #ViksitGujaratBudget માં ‘ન્યુએજ પાવર’ સમાન યુવાઓના સ્કિલ પાવરને પ્રાથમિકતા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે રજૂ થયેલા બજેટમાં સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં ગત વર્ષે 3291 નવા સ્ટાર્ટઅપ થકી 48,138 યુવાનોને અપાઈ રોજગારી અપાઈ છે.
આ પણ વાંચોઃગુજરાતમાં ધોરણ 3થી 8 માટેની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તારીખો જાહેર