ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

પૂનમ પાંડે મૃત્યુના સમાચારમાં પણ સ્ટંટ કરી ગઈ? જીવિત હોવાનો વીડિયો શેર કર્યા

મુંબઈ, 03 ફેબ્રુઆરી:  વારંવાર સ્ટંટ દ્વારા સમાચારોમાં રહેવા ટેવાયેલી બોલિવૂડ એક્ટ્રસ પૂનમ પાંડે તેના મૃત્યના સમાચાર અંગે પણ સ્ટંટ કર્યો હતો? ગઈકાલે શુક્રવારે આખો દિવસ તેના મૃત્યુના સમાચાર માધ્યમો તેમજ સોશિયલ મીડિયામાં છવાયેલા રહ્યા હતા અને આજે દુનિયાને જાણ થઈ કે તે તો જીવિત છે! પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આવીને તેના મૃત્યુના સમાચારને ખોટા ગણાવ્યા છે. તેણે આ પબ્લિસિટી સ્ટંટ સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે કર્યો હતો. મહત્ત્વનું છે કે, શુક્રવારે સવારે 32 વર્ષીય મોડલ અને અભિનેત્રીના મૃત્યુની ખબરે આખી ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી દીધી હતી. ગઈકાલ સુધી મૃત્યુને લઈને ચર્ચામાં રહેલી પૂનમને સર્વાઇકલ કેન્સર હોવાનું કહેવાતું હતું. જો કે, આ પછી એક્ટ્રેસના અંતિમ સંસ્કારને લઈને કોઈ માહિતી સામે આવી હતી. ન તો તેના પરિવારના સભ્યોનો કોઈ પત્તો લાગ્યો હતો. હવે એક્ટ્રેસ સર્વાઇકલ કેન્સરની જાગૃતિ માટે તેના જ મૃત્યુનું નાટક રચ્યું હતું.

પૂનમ પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

પૂનમ પાંડેએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં તે સંપૂર્ણ સ્વસ્થ બેઠેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ કહ્યું, ‘હું જીવિત છું. હું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી નથી. કમનસીબે, સર્વાઇકલ કેન્સર સામેની લડાઈમાં જીવ ગુમાવનાર હજારો મહિલાઓ તેમના જીવનમાં આવું કહી શકતી નથી. જીવ ગુમાવનાર પીડિત મહિલાઓ આ અંગે કશુ કરી નથી શકી, કારણ કે આ અંગે તેમને પૂરતી માહિતી ન હતી. હું તમને આટલું કહેવા માંગીશ કે, ન્ય કોઈપણ કેન્સરથી વિપરીત, સર્વાઇકલ કેન્સરને હરાવવું શક્ય છે. જે માટે તમારે ટેસ્ટ કરાવવા પડશે અને HPV વેક્સિન લેવી પડશે.

અન્ય એક પોસ્ટમાં પૂનમે કહ્યું કે, મને માફ કરશો કે મેં તમને બધાને દુ:ખી છે. મારા કારણે ઘણા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મારો ઈરાદો આ વિષય પર વાત કરવાનો હતો કારણ કે હાલમાં આ વિષયને લઈને કોઈ ચર્ચા કરતું નથી. પૂનમે એક પછી એક બે વીડિયો શેર કરીને આ વિશે વાત કરી અને તેના ચાહકો અને ફોલોઅર્સમાં જાગૃતિ ફેલાવવા પણ અપીલ કરી હતી.

કોન્ટ્રોવર્સી ક્વીન રહી છે પૂનમ પાંડે 

પૂનમ પાંડે 2011 વર્લ્ડ કપ ફાઈનલ પહેલા એક વીડિયો મેસેજ પોસ્ટ કરીને ચર્ચામાં આવી હતી. આમાં તેણે કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા જીતશે તો તે સ્ટ્રિપ થઈ જશે. જો કે, તેણે આવું ન કર્યું પરંતુ જ્યારે તેની ફેવરિટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે આગલા વર્ષે IPLમાં જીતી ત્યારે તેણે એક ન્યૂડ તસવીર પોસ્ટ કરી હતી. વર્ષોથી તે પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને પબ્લિસિટી સ્ટંટના કારણે લાઈમલાઈટમાં રહી છે. 2022માં પૂનમ કંગના રનૌતના રિયાલિટી શો ‘લોક અપ’માં જોવા મળી હતી અને આમાં પણ તેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

આ પણ વાંચો: જાણીતી અભિનેત્રી પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરથી નિધન, ફેન્સ આઘાતમાં

Back to top button