અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ધુમ્મસના કારણે કાર પુલ નીચે ખાબકી, કપલના લગ્ન અધુરા રહ્યાં પણ પ્રેમ અમર થઈ ગયો

Text To Speech

અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2024, લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ થયાં છે. આ અકસ્માતમાં 20થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ લીંબડી મોડલ સ્કૂલ નજીક અકસ્માતમાં પણ એકનું મૃત્યુ નીપજ્યું છે. જામનગર-દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ 2 લોકોના મૃત્યુ થયા છે. લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલ યુવક-યુવતીની કાર ધુમ્મસના કારણે પુલ નીચે ખાબકી હતી.

હાઈવેની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી
પ્રાપ્ત વિગતો પ્રમાણે લીંબડી અમદાવાદ હાઇવે ઉપર જનશાળી પાટીયા નજીક આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા છે અને 20થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં લીંમડી પોલીસ અને પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ થતાં હાઈવેની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી.

યુવક-યુવતીની કાર ધુમ્મસના કારણે પુલ નીચે ખાબકી
બીજી તરફ લીંબડી-રાજકોટ હાઈવે પર પણ એક અકસ્માતની ઘટના બની છે. જેમાં લીંબડી મોડલ સ્કૂલ નજીક ડમ્પર અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં એકનું મૃત્યુ થયું છે. જેમાં લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી બે કલાકની મહેનત કરી ડેડ બોડી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.જામનગર-દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ 2 લોકોના મૃત્યુ થયા છે. લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલ યુવક-યુવતીની કાર ધુમ્મસના કારણે પુલ નીચે ખાબકી હતી. બંનેના લગ્ન અધુરા રહી ગયા પણ પ્રેમ અમર થઈ ગયો હતો.

આ પણ વાંચોઃબનાસકાંઠા : ડીસામાં આશાવર્કર બહેનોની પડતર માગણી ન સંતોષાતા હડતાલ

Back to top button