ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાની બનાસ નદી પર બનેલો ત્રીજો બ્રિજ ટેસ્ટિંગ માટે ખુલ્લો મુકાયો

Text To Speech
  • બ્રિજ પર વાહનોની અવરજવરના કારણે ટ્રાફિક નું ભારણ ઘટશે

પાલનપુર 3 ફેબ્રુઆરી: ડીસા બનાસ નદી પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવાયેલા ત્રીજો બ્રિજ વાહનોની અવરજવર ના ટેસ્ટિંગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બનાસ નદી પર ત્રીજો નવો બ્રિજ બનતા બંને બ્રિજ ઉપર વાહનોના ભારે અવરજવરના કારણે થતા ટ્રાફિકનું ધારણ ઘટશે.

ગુજરાતના સૌથી વ્યસ્ત રહેતા કંડલા દિલ્હી નેશનલ હાઈવે નંબર 27 પર ડીસા નજીક બનાસ નદી પર 1957માં પ્રથમ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2002માં અટલ બિહારી બાજપાઈ ની એનડીએ સરકાર વખતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી અને પોરબંદર થી સીલ્ચર સુધી ગોલ્ડન કોરીડોર બનાવાતા ડીસા નેશનલ હાઈવે પણ ગોલ્ડન કોરીડોરનો ભાગ બનતા બનાસ નદી પર નવો ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો.જેથી ફોરલેન રસ્તાના કારણે બંને ઓવરબ્રિજ પર વાહનોની અવરજવર થતી હોવાથી ટ્રાફિક ની સમસ્યા દૂર થઈ ગઈ હતી.


જોકે છેલ્લા બે ત્રણ વર્ષથી બનાસ નદી પર નો જુનો ઓવરબ્રિજ જર્જરીત થતા તેને ભારે વાહનો ના અવરજવર માટે પ્રતિબંધિત કરી દેવાયો હતો. જેના કારણે એક જ બ્રિજ પર મોટા વાહનો ની અવરજવર થતી હોવાથી વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જેથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાસ નદી પર ત્રીજા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે બ્રિજ બનીને તૈયાર થઈ જતા તેને ટેસ્ટિંગ માટે વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકી દેવાયો છે. હાઇવે ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ આ ટેસ્ટિંગ માટે બ્રિજ ખુલ્લો મુકાયો છે. જેનું વિધિવત ઉદ્ઘાટન કરી પ્રજા માટે કાયમી ખુલ્લો મુકવામાં આવશે. ત્યારબાદ જૂના બ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ રાખવી કે કેમ તેનો નિર્ણય કરવામાં આવશે.

આ પણ વાંચો : ગાંધીનગર અને રાજકોટના 83 મદદનીશ ચૂંટણી અધિકારીઓની રાજ્યકક્ષાની પાંચ દિવસીય તાલીમ પૂર્ણ

Back to top button