ટ્રેન્ડિંગવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

બ્રહ્માંડનો અત્યાર સુધીનો સૌથી મોટો એક્સરે મેપ આવ્યો સામે, જાણો કેટલા બ્લેક હોલ છે તેમા

Text To Speech

સ્પેસ, 03 ફેબ્રુઆરી : બ્રહ્માંડનો અત્યાર સુધીનો સૌથી મોટો એક્સ-રે મેપ સામે આવ્યો છે. વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડનો અત્યાર સુધીનો સૌથી મોટો એક્સ-રે મેપ બહાર પાડ્યો છે. એક્સ-રે નકશામાં 9,00,000 થી વધુ ઉચ્ચ-ઉર્જા કોસ્મિક સ્ત્રોતો મળી આવ્યા છે, જેમાં 7,00,000 થી વધુ સુપરમેસીવ બ્લેક હોલનો પણ સમાવેશ થાય છે. જર્મન “eROSITA” કન્સોર્ટિયમે 31 જાન્યુઆરીએ રશિયન-જર્મન સેટેલાઇટ સ્પેક્ટ્રમ-RG પર ઇરોસિટા એક્સ-રે ટેલિસ્કોપ દ્વારા એકત્ર કરેલા ડેટા પ્રકાશિત કર્યા છે.

ગેલેક્સીમાં 7 લાખથી વધુ બ્લેક હોલ

જર્મનીમાં મેક્સ પ્લાન્ક સોસાયટી જે મિશનનું સંચાલન કરવામાં મદદ કરે છે તેણે તેના એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રથમ eROSITA All-Sky Survey Catalog (eRASS1) એ અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલા એક્સ-રે સ્ત્રોતોનો સૌથી મોટો સંગ્રહ છે, તેમજ અવલોકનોના પ્રથમ છ મહિનામાં eROSITAએ પહેલેથી જ એક્સરે ખગોળ વિજ્ઞાનના 60 વર્ષના નોલેજના ઇતિહાસમાં સૌથી વધુ શોધ કરી છે, eROSITA ટેલિસ્કોપ દ્વારા eRASS1નું ઓબઝર્વેશન 12 ડિસેમ્બર, 2019 અને 11 જૂન, 2020ની વચ્ચે હાથ ધરવામાં આવ્યું હતું.

બ્રહ્માંડ મેપમાં આવી છે ગેલેક્સી

મેક્સ પ્લાન્ક સોસાયટીએ જણાવ્યું હતું કે ઇરોસિટાને ફેબ્રુઆરી 2022 માં “સેફ મોડ” માં મૂકવામાં આવ્યું હતું અને ત્યારથી વિજ્ઞાનની કામગીરી ફરી શરૂ થઈ નથી. દૂરની આકાશગંગામાં લગભગ 7,10,000 સુપરમેસિવ બ્લેક હોલ સહિત 9,00,000 હાઇ એનર્જી, 1,80,000 એક્સ-રે ઉત્સર્જન કરતા તારાઓ, 12,000 તારાવિશ્વોના ક્લસ્ટરો તેમજ એક્સ-રે ઉત્સર્જન કરતા દ્વિસંગી તારાઓ, સુપરનોવા અવશેષો અને અન્ય પદાર્થોનો પણ સમાવેશ થાય છે.

EROSITA ના મુખ્ય સંશોધક એન્ડ્રીયા મેરલોનીએ કહ્યું, એક્સ-રે ખગોળશાસ્ત્ર માટે આ અદ્ભુત નમ્બર્સ છે, અમે XMM-ન્યૂટન અને ચંદ્રાએ લગભગ 25 વર્ષના ઓપરેશનમાં શોધેલા મોટા ફ્લેગશિપ મિશન કરતાં છ મહિનામાં વધુ સ્ત્રોતો શોધી કાઢ્યા છે.

આ પણ વાંચો : ગ્રહનો અંત કેવી રીતે થાય છે? જાણો પૃથ્વીની હાલત શું થશે…

Back to top button