ટ્રેન્ડિંગફન કોર્નરવિશેષવીડિયો સ્ટોરી

પરીક્ષામાં ભારત-પાકિસ્તાન સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, જૂઓ વિદ્યાર્થીએ શું આપ્યો જવાબ

Text To Speech
  • આજકાલ એક વિદ્યાર્થીની ઉત્તરવહી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પરીક્ષામાં ભારત-પાકિસ્તાન સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો પરંતુ વિદ્યાર્થીએ જવાબ કંઈક એવો આપ્યો છે કે તમે વિચારી પણ ન શકો…

HD ન્યૂઝ ડેસ્ક, 2 ફેબ્રુઆરી: નવેમ્બર અને માર્ચ મહિનો દરેક વિદ્યાર્થીઓ માટે થોડોક મુશ્કેલ હોય છે. કેમ કે આ બે મહિના દરમિયાન દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓની ક્ષમતા ચકાસવા માટે અલગ-અલગ સમયે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ઉત્તરવહી વાયરલ થઈ રહી છે જે ધોરણ 12 ના વિદ્યાર્થીની છે. તેમાં વિદ્યાર્થીએ એક સવાલનો એવો જવાબ આપ્યો છે કે જવાબ વાંચતા જ તમે તમારુ હસવું નહીં રોકી શકો. જો કે, આ ઉત્તરવહી ક્યાંની છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી. ચાલો તમને વિદ્યાર્થીની ઉત્તરવહી બતાવીએ.

આવો જવાબ કોણ આપે?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઉત્તરવહીમાં બાળકે કારગીલ યુદ્ધ સાથે જોડાયેલા પહેલા સવાલનો સાચો જવાબ આપ્યો છે. આ પછી, તેણે બીજા પ્રશ્નનો જવાબ એવી રીતે આપ્યો કે તમે વિચારી પણ ન શકો. ઉત્તરવહીમાં પૂછવામાં આવેલો પ્રશ્ન હતો કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા કઈ છે અને તેની લંબાઈ કેટલી?’ તેના જવાબમાં વિદ્યાર્થીએ લખ્યું છે કે, ‘બંને દેશો વચ્ચે સીમા હૈદર છે. તેની ઊંચાઈ 5 ફૂટ 6 ઈંચ છે. આને લઈને બંને દેશો વચ્ચે લડાઈ ચાલી રહી છે.’ આ વિચિત્ર જવાબના કારણે ઉત્તરવહીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જૂઓ અહીં વાયરલ ઉત્તરવહી

 

લોકોએ શું કહ્યું?

આ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવી હતી વાયરલ ફોટો જોઈને એક યુઝરે લખ્યું- મને લાગે છે કે આ મજાક છે કારણ કે તેના પર પેપર ચકાસરનારની સહી નથી. અન્ય એક યુઝરે લખ્યું- તે વોટ્સએપ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. અન્ય યુઝરે લખ્યું – તે ઉત્તર પ્રદેશ અથવા ગુજરાતનો વિદ્યાર્થી હોવો જોઈએ.

આ પણ વાંચો: Tendulkar I Miss You લખેલી ટીશર્ટ પહેરીને જઈ રહેલા ફેનને મળ્યા તેંડુલકર, જૂઓ વીડિયો

Back to top button