ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

પિતાના સંતાનો સાથેના સંબંધો ન બગાડી દેે જનરેશન ગેપઃ આ રીતે રાખો હેલ્ધી રિલેશન

Text To Speech
  • પિતા અને બાળકો વચ્ચેના સંબંધોમાં તકલીફ થવાનું મુખ્ય કારણ જનરેશન ગેપ છે. આવી સ્થિતિમાં હેલ્ધી રિલેશનશિપ જાળવી રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો ઉંમર સાથે બદલાય છે. મોટાભાગના બાળકો નાના હોય ત્યારે તેમના પિતાની ખૂબ નજીક હોય છે, પરંતુ જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ મતભેદ વધે છે અને તે મનભેદનું સ્વરૂપ ધારણ કરવા લાગે છે, ધીમે ધીમે તેમની વચ્ચે અંતર વધતું જાય છે. ખાસ કરીને ટીનેજર્સ અને તેમના પિતા વચ્ચેના સંબંધો વચ્ચે સુમેળ સાધવો ખૂબ જ મુશ્કેલ છે. પિતા અને બાળકો વચ્ચેના સંબંધોમાં તકલીફ થવાનું મુખ્ય કારણ જનરેશન ગેપ છે. આવી સ્થિતિમાં હેલ્ધી રિલેશનશિપ જાળવી રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ ટિપ્સની મદદ લો

પિતાના સંતાનો સાથેના સંબંધો બગાડી શકે છે જનરેશન ગેપઃ આ રીતે રાખો હેલ્ધી રિલેશન hum dekhenge news

એકબીજા સાથે વાતો શેર કરો

પિતા અને બાળકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિવસમાં ઓછામાં ઓછા એક વખત 5 મિનિટ એકબીજા સાથે વાત કરો, તેનાથી સંબંધોમાં અંતર ઘટશે. એકબીજા સાથે વાત ન કરવાથી પણ સંબંધ નબળા પડી શકે છે.

એકબીજાને સમજો

કોઈપણ સંબંધને મજબૂત રાખવા માટે એકબીજાને સમજવું જરૂરી છે. પિતા અને બાળકો વચ્ચેના સંબંધોમાં પણ આ વાત મુખ્ય છે. જનરેશન ગેપને ખતમ કરવા માટે એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો.

એકબીજાને પ્રેમ કરો

કેટલાય બાળકોની ફરિયાદ હોય છે કે તેમના પિતા તેમને પ્રેમ કરતા નથી. બાળકો પ્રત્યે અમુક સમયે પર પ્રેમ જતાવવો જરૂરી છે. આમ કરવાથી બંને વચ્ચે ભાવનાત્મક લગાવ વધે છે.

સમય આપો

તમે તમારા કામમાં ભલે ગમે તેટલા બીઝી હો, પરંતુ બાળકોને સમય આપો. બાળકોએ પણ તેમના વ્યસ્ત શિડ્યુઅલમાંથી પિતા માટે સમય કાઢવો જોઈએ. એકબીજા સાથે સમય વિતાવવાથી મનમાં ઉત્પન્ન થતી શંકા-કુશંકાઓ દૂર થાય છે.

આ પણ વાંચોઃ રોજ ખાવ પપૈયું, મળશે ઢગલાબંધ હેલ્થ બેનિફિટ્સ

Back to top button